ગુજરાતનું ગૌરવ, Vadodara ની પેરા સ્વિમર ગરિમા વ્યાસે નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા

|

Jan 12, 2023 | 5:21 PM

આસામના ગુવાહાટી ખાતે યોજાયેલી 22મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની પેરા સ્વિમર ગરિમા વ્યાસે ૩ ગોલ્ડ મેડલ અને શ્રેષ્ઠ મહિલા સ્વિમર ની ટ્રોફી જીતીને શહેરનું નામ રોશન કર્યું છે. ગુજરાતમાંથી સ્પાઈનાલ કોર્ડ ઇંજરી સાથે બધી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર તથા શ્રેષ્ઠ સ્વિમરની ટ્રોફી જીતનાર ગરિમા પ્રથમ સ્વિમર છે

ગુજરાતનું ગૌરવ, Vadodara ની પેરા સ્વિમર ગરિમા વ્યાસે નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા
Vadodara Para Swimmer Garima Vyas

Follow us on

આસામના ગુવાહાટી ખાતે યોજાયેલી 22મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની પેરા સ્વિમર ગરિમા વ્યાસે ૩ ગોલ્ડ મેડલ અને શ્રેષ્ઠ મહિલા સ્વિમરની ટ્રોફી જીતીને શહેરનું નામ રોશન કર્યું છે. ગુજરાતમાંથી સ્પાઈનાલ કોર્ડ ઇંજરી સાથે બધી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર તથા શ્રેષ્ઠ સ્વિમરની ટ્રોફી જીતનાર ગરિમા પ્રથમ સ્વિમર છે. ગુજરાતના 32 પેરા સ્વિમરે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને 18 ગોલ્ડ, 5 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સાથે ગુજરાત મેડલ ટેલીમાં છઠ્ઠા નંબર પર આવ્યું છે. વડોદરા માંથી કુલ 6 પેરા સ્વિમર આ સ્પર્ધા માં ગયા હતા.ગરિમા અત્યારે એમ. એસ. યુનિવર્સિટીમાં એમ.એ.સાયકોલોજીનો અભ્યાસ કરે છે. તેણે ઉદેપુર ખાતે યોજાયેલી સ્પર્ધામાં એક ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016 માં જ્યારે ગરિમા વ્યાસ 15 વર્ષની હતા ત્યારે ટ્રેકિંગ કરતી વખતે કમરના મણકામાં ઇજા થઇ હતી ત્યારથી તે વ્હીલચેરનો ઉપયોગ કરે છે. ગરિમા માનસિક રીતે ખૂબ જ મજબૂત છે અને જીવનમાં સકારાત્મક અભિગમ ધરાવે છે. તેવો અભ્યાસ અને સ્વાસ્થ્ય સુધારણાની સાથે સાથે સ્વીમિંગ પર ધ્યાન આપતા રહે છે.

આ પણ  વાંચો : Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, પતંગના લડાવશે પેચ

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પૂર્વ તેમણે ગત વર્ષ 11 -13 નવેમ્બર 2022માં ગુવાહાટીમાં યોજાયેલી 22 મી પેરાસ્વીમિંગ ચેમ્પિયનશીપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા અને શ્રેષ્ઠ મહિલા સ્વીમરનો ખિતાબ જીત્યો હતો. ગરિમા વ્યાસે જીતેલો ખિતાબ એટલા માટે મહત્ત્વ ધરાવે છે કારણ કે તે રાજ્યની પ્રથમ પેરાસ્વીમર છે જેણે દરેક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય અને શ્રેષ્ઠ મહિલા સ્વીમર બની છે

 

Published On - 5:01 pm, Thu, 12 January 23

Next Article