Vadodara : સોખડા હરિધામમાં હરિભક્તોની હાજરી વચ્ચે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીની પાલખી યાત્રા નીકળી

|

Aug 01, 2021 | 2:41 PM

બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહની અંતિમ સંસ્કાર વિધિ માં ચંદન, લીમડા સહિતનાં 8 પ્રકારના વૃક્ષનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવશે.અંતિમસંસ્કાર વિધિમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહેશે.

સોખડા(Sokhda)  હરિધામમાં હજારો હરિભક્તોની હાજરી વચ્ચે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામી(Hariprasad Swami) ની પાલખી યાત્રા નીકળી છે. જેમાં 7 નદીના જળથી સ્નાન અને 8 પ્રકારના વૃક્ષના લાકડાથી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે..પાલખીયાત્રાને મંદિર પરિસરમાં જ લીમડા વન ખાતે સમાપ્ત કર્યા બાદ અંતિમસંસ્કાર વિધિ કરાશે.અંતિમસંસ્કાર વિધિમાં ચંદન, લીમડા સહિતનાં 8 પ્રકારના વૃક્ષનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવશે.અંતિમસંસ્કાર વિધિમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહેશે.

બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહની અંતિમસંસ્કાર વિધિ અગાઉ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.મંદિર પરિસરમાં આવેલા લીમડા વન ખાતે લેવલિંગ સહિતની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે.તો લાખો હરિભક્તો નશ્વર દેહના અંતિમ દર્શન કરી શકે તે માટે પણ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :  ગૌ માતાને રોટલી ખવડાવો છો ? જાણી લો તેના જબરદસ્ત ફાયદા, પુણ્યની સાથે મળે છે આ ખુશીઓ

આ પણ વાંચો : રામભક્તિમાં સમર્પિત એક એવો કિસ્સો, જે તમે ક્યારે સાંભળ્યો નહીં હોય, વાંચો આ અહેવાલ

Published On - 2:28 pm, Sun, 1 August 21

Next Video