ભરતસિંહમાં તાકાત હોય તો તેની આજુ બાજુ ફરતા અન્ય ધર્મના લોકોના ધર્મસ્થાન વિશે કૂતરાંવાળું નિવેદન આપી બતાવેઃ પાટીલ

|

May 25, 2022 | 1:04 PM

વડોદરામાં આજે પાદરામાં વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કોંગ્રેસના ભરતસિંહ સોલંકી પર કર્યા આકરા પ્રહારો કર્યા હતા.

ભરતસિંહમાં તાકાત હોય તો તેની આજુ બાજુ ફરતા અન્ય ધર્મના લોકોના ધર્મસ્થાન વિશે કૂતરાંવાળું નિવેદન આપી બતાવેઃ પાટીલ
CR Patil strike over Bharat Singh

Follow us on

વડોદરા (Vadodara) માં આજે પાદરામાં વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત ભાજપ (BJP) ના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કોંગ્રેસ (Congress) ના ભરતસિંહ સોલંકી પર કર્યા આકરા પ્રહારો કર્યા હતા. પાદરામાં જાહેર મંચ પરથી પોતાનું ભાષણ આપતી વખતે તેમણે ભરતસિંહે ગઇ કાલે રામ મંદિર વિશે જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તેને યાદ કરીને કહ્યું હતું કે ભરતસિંહ સોલંકીને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈ ચેક અપ કરવું જોઈએ કે તેઓ હિન્દુઓની લાગણી વારંવાર કેમ દુભાવે છે. તેમણે એમ પણ કહ્યું કે ભરતસિંહ સોલંકીની તાકાત હોય તો અન્ય ધર્મના લોકોની સામે બોલે, અન્ય ધર્મના લોકો જે એમની આજુબાજુ ફરે છે એમના વિશે બોલો કે કૂતરા એમના ધર્મ સ્થાન પર પેશાબ કરે છે તો હું મર્દ સમજું. હું ભરતસિંહ સોલંકીને વોર્નિંગ આપુ છું, શાનમાં સમજી જાય. હિન્દુ લોકોની લાગણી દુભાવવાનું બંધ કરો, નહિ તો હિન્દુ લોકો નહિ છોડે.

હર્ષ સંઘવીએ ભરતસિંહના વિવાદાસ્પદ નિવેદન બાદ કહ્યું કે,કોંગ્રેસના નેતાએ આ પ્રકારનું નિવેદન આપીને કરોડો રામભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. રામ મંદિર(Ram Temple) અને રામ શીલા પર આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી. ભગવાન રામ વિશે આ પ્રકારની ટિપ્પણી કરનારને આગામી સમયમાં ભગવાન રામ જ જવાબ આપશે.

તમને જણાવી દઈએ કે, જાહેર મંચ પરથી ભરતસિંહ સોલંકીએ ભાજપ પર રામ મંદિરના નામે રૂપિયા ઉધરાવીને લોકોને ઉલ્લુ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. રામ મંદિર માટે ઉઘરાવેલી ઇંટો પર શ્વાન પેશાબ કરતા હતા,કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ આ વિવાદીત નિવેદન આપતા ભાજપ આકરા પાણીએ જોવા મળી રહ્યુ છે. જાહેર કાર્યક્રમના મંચ પરથી ભરતસિંહ સોલંકીએ રામ મંદિરનો રાગ આલાપ્યો અને સભ્ય સમાજને ન શોભે તેવા શબ્દોનો પ્રયોગ કર્યો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભરતસિંહ આટલેથી જ ન અટક્યા, અને રામ મંદિરના નામે ભાજપ પર પણ પ્રહાર કર્યો. ભરતસિંહે ભાજપ પર રામ મંદિરના નામે રૂપિયા ઉધરાવીને લોકોને ઉલ્લુ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. મંચ પરથી ભાષણમાં અભદ્ર ભાષાના ઉપયોગ બાદ પણ ભરતસિંહ પોતાના નિવેદન પર અડગ રહ્યા. જોકે તેઓએ સ્પષ્ટતા કરી કે, તેમની ટિપ્પણી રામ મંદિર મુદ્દે નહીં, પરંતુ ભાજપની ખોટી રાજનીતિ મુદ્દે હતી.

 

 

Published On - 12:57 pm, Wed, 25 May 22

Next Article