Video: ફ્લાઇટ નહીં, વડોદરાની આ યુવતી સાયકલ પર કરશે 16 દેશોની યાત્રા, પર્યાવરણની રક્ષા માટે તૈયાર કર્યો આ ખાસ પ્લાન

|

Jun 24, 2024 | 5:49 PM

વડોદરાની નિશા કુમારીના અનોખા સફરની કહાની સામે આવી છે. વડોદરાથી લંડન સુધી સાઇકલ પર આ યુવતી સવારી કરશે. 200 દિવસના આ સફરમાં ઘણી મુશ્કેલી આવશે. 15 હજાર કિમીના આ સફરમાં નિશા ના કોચ તેનો સાથ આપશે. કુદરત બદલાય એ પેહલા આપડે બદલાવવુ પડશે તેવા મેસેજ સાથે નિશા કુમારીની સાયકલ યાત્રા પર નીકળશે.

Video: ફ્લાઇટ નહીં, વડોદરાની આ યુવતી સાયકલ પર કરશે 16 દેશોની યાત્રા, પર્યાવરણની રક્ષા માટે તૈયાર કર્યો આ ખાસ પ્લાન

Follow us on

ગુજરાતની નિશા કુમારી, એક કુશળ પર્વતારોહક જેમણે ગયા વર્ષે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યું હતું, તે હજી વધુ એક નવું સાહસ શરૂ કરી રહી છે અને તે છે આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ લાવવા માટે વડોદરાથી લંડન સુધીની 15,000 કિલોમીટરની સાયકલ યાત્રા કરશે.

કુલ 16 દેશોનો પ્રવાસ કરશે

28 વર્ષીય યુવતીએ તેની 180 દિવસની યાત્રા શરૂ કરી છે જે 16 દેશોને આવરી લેશે. નિશા કુમારી તેના સાયકલિંગ અભિયાન દરમિયાન તમામ 200 શહેરોમાં વૃક્ષારોપણ પણ કરશે. નિશા કુમારી નેપાળ જતા પહેલા રાજસ્થાન અને અમદાવાદ થઈને દિલ્હી પહોંચશે. નેપાળથી તે તિબેટ થઈને ચીનમાં પ્રવેશ કરશે. તે પછી તે કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને રશિયા થઈને લાતવિયા, ફ્રાન્સ અને ચેક રિપબ્લિક જેવા દેશો થઈને યુરોપ પહોંચશે.

પર્યાવરણ ક્રુસેડરએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે, અને PM સાથે મુલાકાતની માંગ કરી છે. “ક્લાઈમેટ ચેન્જ વિશે જાગૃતિ ફેલાવવા અને ‘ચેન્જ ધ ક્લાઈમેટ ચેન્જ’ ની થીમ સાથે, હું 16 દેશોના 200 થી વધુ શહેરોમાં વૃક્ષારોપણ કરીશ,”

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

નિશા કુમારીએ કહ્યું.  “હું 133 દિવસમાં પ્રવાસ પૂર્ણ કરવાનો અને 2 નવેમ્બરે અથવા દિવાળીની આસપાસ લંડન પહોંચવાનું લક્ષ્ય રાખું છું કારણ કે દિવાળી પછીના દિવસે ગુજરાતી નવું વર્ષ છે.”

કેવી રીતે કરશે સફર

નિશા કુમારી દરરોજ લગભગ 80 થી 100 કિલોમીટરનું અંતર કાપવા માગે છે. તેની પાસે બેકઅપ કાર છે અને તેના કોચ નિલેશ બારોટ તેની સાથે પ્રવાસમાં છે

નિશા કુમારી 17 દેશ પાર કર્યા પછી સાઇકલ પર ભારતથી લંડન પહોંચશે. લગભગ 15 હજાર કિલોમીટરથી વધુની તેમની આ સફરમાં નિશાના કોચ તેમનો સાથ આપશે. નિશા કુમારી ભારતમાં ગોરખપુર સુધી 2700 કિમી સાઇકલિંગ કર્યા પછી. નેપાળ, તિબેટ અને ચીન થઈને પોતાની યાત્રા આગળ ધપાવશે.

આ સાહસ માટે ખાસ પ્રકારની હળવી અને મોંઘી સાઇકલ જરુરી બને છે. સુરતના પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા 2 સાયકલ આપવામાં આવી છે. જ્યારે અદાણી સમૂહે સમગ્ર યાત્રાને ટેકો આપ્યો છે. નિશાએ આ સફર પહેલા એક સંદેશો પણ આપ્યો છે. કે, કુદરત બદલાય તે પહેલા આપણે બદલાવું પડશે.

(ઈનપુટ ક્રેડિટ – પ્રશાંત ગજ્જર, વડોદરા)

Published On - 11:27 am, Mon, 24 June 24

Next Article