ગુજરાત સરકારે નવરાત્રીમાં શેરી ગરબાની મંજૂરી આપતા વડોદરાવાસીઓમાં આનંદ, તૈયારીઓ શરૂ કરી

|

Sep 25, 2021 | 2:24 PM

વડોદરાના કોયલી ફળિયામાં 56 વર્ષથી શેરી ગરબા રમાય છે. જો કે ગત વર્ષે કોરોનાના પગલે ગરબા નહોતા યોજી શક્યા પણ આ વખતે મંજૂરી મળતાં આ ફળિયાના યુવાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

ગુજરાત(Gujarat)સરકારે નવરાત્રી (Navratri)દરમ્યાન શેરી ગરબા(Sheri Garba)માટે મંજૂરી આપતા વડોદરા વાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.. વડોદરાના કોયલી ફળિયામાં 56 વર્ષથી શેરી ગરબા રમાય છે. જો કે ગત વર્ષે કોરોનાના પગલે ગરબા નહોતા યોજી શક્યા પણ આ વખતે મંજૂરી મળતાં આ ફળિયાના યુવાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

કોયલી ફળિયાના લોકો કહી રહ્યા છે કે ગત વર્ષે કોરોના મહામારીના પગલે ગરબા રમવા નહોતા મળ્યા. પરંતુ આ વર્ષે કોરોનાના કેસ ઘટતા શેરી ગરબાની મંજૂરી આપવામાં આવી છે જે આનંદની બાબત છે. તેમજ આ વર્ષે ગરબા રમવા મળશે તેથી તેની માટેનું આયોજન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

નવરાત્રીને લઇને સરકારે રાત્રિ કર્ફ્યુમાં થોડીક છુટછાટ આપી છે. જેમાં નવરાત્રિને પગલે રાત્રિ કર્ફ્યુની સમયની અવધિ ઘટાડવામાં આવી છે. હવે 8 શહેરોમાં રાત્રી કર્ફ્યુ 12 થી સવાર ના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કર્ફ્યુમાં એક કલાકની છુટ આપવામાં આવી છે.

સાથે જ નવરાત્રીમાં ગરબાના રસિકો માટે પણ સારા સમાચાર આવ્યા છે. આ નિર્ણયમાં શેરી ગરબાને પરવાનગી આપવાની જાહેરાત કરી છે. ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

જે અનુસાર કલબ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવાની મંજૂરી આપવામાં નથી આવી. તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં 400 વ્યક્તિની હાજરીમાં ઉજવણીની પહેલાથી જ મંજૂરી મળી હતી.

આ  પણ વાંચો : સૌની યોજના થકી સૌરાષ્ટ્રના અનેક ડેમ ભરાયા, પાણીની કટોકટી ભૂતકાળ બની : વિજય રૂપાણી

આ પણ  વાંચો : SURAT : માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાઇ, 7 સભ્યોની પસંદગી માટે મતદાન શરૂ

Published On - 2:22 pm, Sat, 25 September 21

Next Video