Gujarat Election 2022 : વડોદરાના વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોના ઘરે પહોંચ્યું ચૂંટણી પંચ, નિવાસ સ્થાન પર જ મતદાન મથક બનાવી મતદાન કરાવ્યું

|

Nov 26, 2022 | 4:30 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. જેમાં વડોદરા શહેરની પાંચ બેઠકો ઉપર નોંધાયેલા એબસન્ટી મતદારોના ઘરે જઇ ચૂંટણીકર્મીઓએ બેલેટ થકી મતદાન કરાવ્યું હતું. જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં લગ્નસરાની સાથે મતદાન કરવાની મોસમ પણ પૂર બહારમાં ખીલવા લાગી છે

Gujarat Election 2022 : વડોદરાના વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોના ઘરે પહોંચ્યું ચૂંટણી પંચ, નિવાસ સ્થાન પર જ મતદાન મથક બનાવી મતદાન કરાવ્યું
Vadodara Ballot Voting

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. જેમાં વડોદરા શહેરની પાંચ બેઠકો ઉપર નોંધાયેલા એબસન્ટી મતદારોના ઘરે જઇ ચૂંટણીકર્મીઓએ બેલેટ થકી મતદાન કરાવ્યું હતું. જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં લગ્નસરાની સાથે મતદાન કરવાની મોસમ પણ પૂર બહારમાં ખીલવા લાગી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની આ સામાન્ય ચૂંટણીમાંથી અમલમાં બનાવવામાં આવેલી ગેરહાજર મતદારો માટેની અલાયદી વ્યવસ્થાને પગલે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોના ઘરે જઇને મતદાન કરાવવાની પ્રકિરયા શરૂ થઇ છે. વડોદરા શહેરમાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિસ્તારોમાં આવા મતદારોના ઘરે જઇ મતદાન કરાવવામાં આવ્યું હતું. બપોર સુધીમાં એક સો જેટલા મત એકત્ર કરવામાં આવ્યા હતા.

પોસ્ટલ બેલેટના નોડલ અધિકારી અને અધિક કલેક્ટર નયના પાટડિયાએ જણાવ્યું કે, વડોદરા શહેરમાં 31 , સયાજીગંજ બેઠકમાં 112, અકોટા બેઠકમાં 107, રાવપૂરા બેઠક માટે 23 અને માંજલપુર બેઠક ઉપર 88 મતદારો ૧૨ડી ફોર્મ ભરી મતદાન કરવા માટે તૈયાર થયા હતા. આ મતદારોમાં મહત્તમ 80 વર્ષથી ઉપરના આયુ ધરાવતા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોનો સમાવેશ થાય છે.

વડોદરા શહેર બેઠકના પ્રતિપ્રેષક અધિકારી જે. જે. પટેલે કહ્યું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ આ કાર્યવહી કરવામાં આવી રહી છે. જેમાં પોલિંગ સ્ટાફ, પોલીસ સુરક્ષા સાથે મતદારના ઘરે જઇ બેલેટ પેપર આપીને મતદાન કરાવે છે. અમારી બેઠક ઉપર આવી ત્રણ ટીમો બનાવી છે અને તે એક ખાસ વાહન દ્વારા ઘરે જાય છે. બીજા અર્થમાં કહીએ તો પોલિંગ સ્ટેશન મતદાતાના ઘરે જઇ રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાવપુરા વિધાનસભા મત વિભાગના ચૂંટણી અધિકારી આર. બી. પરમારે જણાવ્યું હતું કે રાવપુરા વિધાનસભામાં આવા 23 મતદારોએ ઘરે બેઠા મતદાન કરવાનો વિકલ્પ આપ્યો હતો.જે પૈકી એક મતદારનું અવસાન થતા કુલ ૨૨ મતદારોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું.પરમારે જણાવ્યું કે આ મતદાન પ્રક્રિયાની સંપૂર્ણ વિડિયોગ્રાફી સાથે ગેઝેટેડ અધિકારીઓ અને પોલીસની હાજરીમાં આ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે માટે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં બે ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.

આવું એક પોલિંગ સ્ટેશન હરણી ખાતે આવેલા મોટનાથ રેસીડેન્સી પર પહોંચ્યું હતું. જેમાં પ્રિસાઇડીંગ ઓફિસરની ટીમ સુરેશભાઈ પરમારના મત માટે હાજર થઇ હતી. સુરેશભાઈ છેલ્લા 10 વર્ષથી અંધ છે તેમજ કમરની તકલીફના કારણે તેઓ જાતે ચાલી શકવા અસમર્થ છે. પોતાનો મત આપવા પોલિંગ બુથ પર જઈ શકે તેમ ન હોવાથી તેમના મોટાભાઈ મનુભાઈએ તેમના સાથીદાર તરીકેનું ફોર્મ ભરીને સુરેશભાઈને મત આપવા માટે મદદ કરી હતી.

દિવ્યાંગજનો માટેના મોબાઈલ પોલિંગ સ્ટેશનની સાથે વોટિંગ કંપાર્ટમેન્ટ તેમજ બ્રેઈલ લિપિ વાળું જ બેલેટ પેપર હોય છે. જેથી કરીને દિવ્યાંગજન બ્રેઈલ લિપિ સરળતાથી વાંચી શકે અને પોતાના નેતાને પસંદ કરીને મત આપી શકે.

Next Article