Junior Clerk Paper leak : પેપર લીક કાંડમાં ગુજરાત ATSના ઓરિસ્સામાં પણ ધામા, આરોપી પ્રદીપ નાયક ઓરિસ્સાનો છે રહેવાસી

| Edited By: | Updated on: Jan 29, 2023 | 3:21 PM

Paper Leak: ATSએ પ્રદીપ નાયક, ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની વડોદરામાંથી ધરપકડ કરી છે. તેમની સાથે અન્ય આરોપી કેતન બારોટ અને શેખર નામના આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે.

જુનિયર ક્લાર્કના પેપર લીક મામલે ગુજરાત ATSએ તપાસ તેજ કરી છે. અત્યાર સુધીમાં 15 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી પાંચ આરોપી ગુજરાતના છે અને અન્ય 10 આરોપી અન્ય રાજ્યના છે. આ પૈકી બે આરોપીની વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી એક ઓરિસ્સાનો હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે ATSની એક ટીમે ઓરિસ્સામાં ધામા નાખ્યા છે. મુખ્ય આરોપી પ્રદીપ નાયક ઓરિસ્સાનો રહેવાસી છે. જે હૈદરાબાદના પ્રિંટિંગ પ્રેસમાંથી છપાયેલુ પેપર લઇને વડોદરા આવ્યો હતો.

ATSએ પ્રદીપ નાયક, ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની વડોદરામાંથી ધરપકડ કરી છે. તેમની સાથે અન્ય આરોપી કેતન બારોટ અને શેખર નામના આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે. ATSએ આરોપી વડોદરામાં ભાસ્કર ચૌધરીના અટલાદરા રોડ પર આવેલા ક્લાસિસમાં પણ તપાસ હાથ ધરી છે. ક્લાસિસમાંથી રબર સ્ટેમ્પ, આધારકાર્ડ અને પાનકાર્ડ મળી આવ્યા છે. ભાસ્કર મૂળ ઝારખંડનો રહેવાસી છે અને વડોદરામાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસ ચલાવે છે. વર્ષ 2019માં પણ CBIએ તેની ધરપકડ કરી હતી.

જુનિયર ક્લાર્ક પેપર લીકમાં અટકાયત કરાયેલા બે આરોપી વડોદરાની હોટલ અપ્સરામાં રોકાયા હતા. પરીક્ષા અગાઉ મોડી રાત્રે સયાજીગંજની હોટલ અપ્સરામાં બંન્ને શખ્સો ગયા હતા. ગુજરાત ATSએ પ્રદીપ અને નરેશ મોહંતીની અટકાયત કરી હતી. બન્ને શખ્સો રૂપિયા 12થી 15 લાખમાં પેપર આપવાના હતા. પ્રદીપ નાયક પશ્વિમ બંગાળનો અને નરેશ મોહંતી સુરતનો રહેવાસી છે. પોલીસની પૂછપરછમાં વધુ વિગતો સામે આવી શકે છે.

જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક કેસ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદથી પેપર વડોદરા લવાયું હતું. પ્રદીપ નામનો શખ્સ પેપર લઈને આવ્યો હતો અને 12થી 15 લાખમાં પેપરનો સોદો થયો હતો. પેપર લઈને આવનાર શખ્સ પ્રદીપ નાયક પશ્ચિમ બંગાળનો છે અને તે રાત્રે સ્ટેક વાઇઝ ટેકનોલોજી નામના કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને પેપર લખાવવાનો હતો. જેના પર ATS પહેલેથી જ વૉચ રાખીને બેઠી હતી.