વડોદરા એરપોર્ટ ખાતે કસ્ટમ એન્ડ ઇમિગ્રેશનની સુવિધાને લીલીઝંડી મળી છે. જેથી હવે વિદેશ જતાં હજારો મુસાફરોને તેનો લાભ મળશે. વડોદરા એરપોર્ટ પર વધુ એક આંતરરાષ્ટ્રીય સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે. મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાની વડોદરા મુલાકાત દરમિયાન આ ભેટ આપી હતી.
આ પણ વાંચો : Vadodara : ઓર્ગેનિક ખેતીની બોલબોલા ! ખેડૂતે ઈન્ટરનેટની મદદથી હળદળની ખેતી દ્વારા લાખોની કરી કમાણી
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે આ રાજપત્રને સ્વિકારીને જાહેર કર્યો હતો. વડોદરા એરપોર્ટથી વિદેશ જતાં મુસાફરોને હવે અહીંથી તેમના સામાનનું કસ્ટમ ઇમિગ્રેશન ક્લિયરન્સ મળી શકશે. જો કે ઉલ્લેખનીય છે કે વડોદરાથી એક પણ વિદેશની ફ્લાઇટ ઓપરેટ થતી નથી. કારણ કે વડોદર એરપોર્ટ પરનો રનવે ટૂંકો હોવાથી કેનેડા કે અમેરિકાની મોટી ફ્લાઇટ લેન્ડ થઈ શકતી નથી, એરપોર્ટની એક તરફ હાઈવે તો બીજી તરફ સોસાયટી આવેલી છે. જેથી ટૂંકો રન-વે હવે હાઇવે અને રહેણાકની વચ્ચે અટવાયો છે.
જો કોઈ એરપોર્ટ ઇન્ટરનેશલ કક્ષાનું એરપોર્ટ હોય તો તેમાં વિદેશી એરલાઇન કંપનીઓ ઓપરેટ કરે છે. જેના કારણે ડોમેસ્ટિક એરલાઇન્સ અને ઇન્ટરનેશનલ એરલાઇન્સ વચ્ચે હરીફાઈ થાય છે. આખરે તેનો ફાયદો મુસાફરોને થાય છે. મુસાફરી કરતા લોકોને આ હરિફાઈનો ફાયદો ભાડામાં અથવા તો ખાસ પ્રકારની સુવિધા મળે છે. જો કોઈ એરપોર્ટ કસ્ટમ દરજ્જાનું હોય જેમ કે સુરત એરપોર્ટ છે તો અહીંથી માત્ર ડોમેસ્ટિક એરલાઇન્સ કંપનીઓ દ્વારા જ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ થાય છે. જેમ કે સુરત-શારજાહ ફ્લાઇટ એર ઇન્ડિયા ઓપરેટ કરે છે.
રાજકોટ પાસે 1400 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ (Greenfield Airport) ની કામગીરીની 90 ટકા જેટલી પૂર્ણ થઇ ગઇ છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ જશે. ત્યારે હવે રાજકોટની ભાગોળે તૈયાર થઇ રહેલા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આગામી એપ્રિલ મહિનામાં હિરાસર એરપોર્ટનું લોકાર્પણ થઇ શકે છે. એરપોર્ટના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે.
Published On - 2:15 pm, Sun, 19 March 23