વડોદરાના ડેસરમાં ડમ્પર સાથે અકસ્માતમાં પિતા-પુત્રનું મોત, જુઓ Video

વડોદરાના ડેસરમાં ડમ્પર સાથે અકસ્માતમાં પિતા-પુત્રનું મોત થઈ ગયુ છે.મીસરી નદીના બ્રિજ પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત બાદ આસપાસના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.અકસ્માતના કારણે બ્રિજની બંને બાજુ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.ઘટનાની ગંભીરતાને જોતા સાવલી અને ડેસર પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

વડોદરાના ડેસરમાં ડમ્પર સાથે અકસ્માતમાં પિતા-પુત્રનું મોત, જુઓ Video
Vadodara Accident
| Edited By: | Updated on: Mar 16, 2023 | 11:22 PM

વડોદરાના ડેસરમાં ડમ્પર સાથે અકસ્માતમાં પિતા-પુત્રનું મોત થઈ ગયુ છે.મીસરી નદીના બ્રિજ પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત બાદ આસપાસના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.અકસ્માતના કારણે બ્રિજની બંને બાજુ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.ઘટનાની ગંભીરતાને જોતા સાવલી અને ડેસર પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

આ ઘટનાસ્થળેથી ડમ્પરને હટાવી લેવાતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે સામાન્ય બોલાચાલી પણ થઇ હતી.હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જર્જરિત વીજ થાંભલો પડતા સોસાયટીમાં પાર્ક કરેલી કારને નુકશાન

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત વડોદરાના પાદરામાં તાલુકા પંચાયત કચેરી પાસે લોકોની અવરજવરથી ધમધમતા વિસ્તારમાં વીજળીનો થાંભલો પડ્યો.રહેણાંક અને ભરચક વિસ્તારમાં દૂર્ઘટના બની.જર્જરિત વીજ થાંભલો પડતા સોસાયટીમાં પાર્ક કરેલી કારને નુકશાન થયુ. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

આ થાંભલાને હટાવવા સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હતી, જો કે MGVCL દ્વારા બેદરકારી દાખવવામાં આવી અને કોઈ કાર્યવાહી ન કરી.મહત્વનું છે કે પાદરા શહેરમાં આવા જર્જરિત અનેક થાંભલાઓ છે. જેમને તંત્ર તાકિદે હટાવે તેવી સ્થાનિકોની માગ છે.

આ પણ વાંચો : Gujarati Video: ગુજરાતમાં વિકાસના મોટા દાવા વચ્ચે 1.25 લાખથી વધુ બાળકો કુપોષિત, ઓછા વજનવાળા 24 હજારથી વધારે બાળકો

Published On - 11:14 pm, Thu, 16 March 23