MS Universityમાં ત્રણ સીન્ડીકેટ સભ્યોએ જે માહિતી માંગી એ વિશ્વની કોઈ યુનિવર્સીટીમાં જાહેર કરવામાં નથી આવતી

| Edited By: | Updated on: Oct 25, 2021 | 5:30 PM

સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદારે કહ્યું કે સીન્ડીકેટમાં 15 એજન્ડા છે અને એમાં આ પણ મુદ્દો સમાવિષ્ટ છે જેની ચર્ચા થઇ રહી છે. એજન્ડા નંબર-6માં ત્રણ સીન્ડીકેટ સભ્યોએ માહિતી માંગી છે એ મુદ્દો સમાવાયો છે.

VADODARA : વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી (MS University)ની ભરતીમાં થયેલી ગેરરીતીના આક્ષેપોને અન્ય સિન્ડીકેટ સભ્યોએ નકાર્યા છે…સમગ્ર મામલે યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી તે દરમિયાન યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદારે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે, તેમજ MSUના વાઇસ ચાન્સલેર પરિમલ વ્યાસને બદનામ કરવાનું આ કાવતરું ઘડ્યું હોવાનું નિવેદન આપ્યું છે.જ્યારે પણ VCની મુદ્દત પુરી થાય છે તેના છ માસ પૂર્વે, આજ પ્રકારની પ્રવૃત્તિ થતી હોવાનો તેમનો પ્રતિઆરોપ છે.

સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદારે કહ્યું કે સીન્ડીકેટમાં 15 એજન્ડા છે અને એમાં આ પણ મુદ્દો સમાવિષ્ટ છે જેની ચર્ચા થઇ રહી છે. એજન્ડા નંબર-6માં ત્રણ સીન્ડીકેટ સભ્યોએ માહિતી માંગી છે એ મુદ્દો સમાવાયો છે. આમાં ત્રણ સીન્ડીકેટ સભ્યોએ કુલ 5 પ્રકારની વિવિધ માહિતી માંગી હતી, જેમાંથી 4ના જવાબો આપી દેવામાં આવ્યાં છે. જે પાંચમી માંગણી છે એમાં આ ત્રણ સીન્ડીકેટ સભ્યોએ એવી માહિતી માગી છે કે ક્યાં એક્સપર્ટે ક્યાં વિદ્યાર્થીને કેટલા ગુણ આપ્યા.

આ અંગે સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદારે કહ્યું કે આ પ્રકારની માહિતી વિશ્વની કોઈ યુનિવર્સિટીમાં જાહેર કરવામાં આવતી નથી. જો આ માહિતી જાહેર થાય તો વિદ્યાર્થીઓ અને એક્સપર્ટ વચ્ચે વિવાદ થવાની શક્યતા રહેલી છે.

આ પણ વાંચો : CNGના ભાવમાં વધારો થતા રીક્ષાચાલકોએ સરકાર પાસે સબસીડીની કરી માગ

આ પણ વાંચો : ભુજમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પાકિસ્તાનને માહિતી મોકલનારા BSFના કોન્સ્ટેબલની અટકાયત