Vadodara: બોર્ડના પરીક્ષાર્થીઓને પુષ્પ અને પેન આપી આવકારવામાં આવ્યા, ડર રાખ્યા વિના કસોટી આપવા શીખ આપી

|

Mar 28, 2022 | 2:44 PM

વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ડર વિના પરીક્ષા આપી શકે અને તેનામાંથી પરીક્ષાની બીક ઓછી થાય તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ મહાનુભાવોએ પરીક્ષા ખંડમાં જઇ રહેલા છાત્રોને શુભકામનાઓ પાઠવવા સાથે ચોકલેટથી મોં મીઠાં કરાવ્યાં હતાં

Vadodara: બોર્ડના પરીક્ષાર્થીઓને પુષ્પ અને પેન આપી આવકારવામાં આવ્યા, ડર રાખ્યા વિના કસોટી આપવા શીખ આપી
બોર્ડના પરીક્ષાર્થીઓને પુષ્પ અને પેન આપી આવકારવામાં આવ્યા

Follow us on

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary and Higher Secondary Education) દ્વારા આજ સોમવારથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષા (exam) ના પ્રારંભ પૂર્વે  વડોદરા (Vadodara) શહેરના મેયર અને કલેક્ટર સહિતના મહાનુભાવોએ અહીંની એક શાળા (School) માં ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓ (Students) કોઈપણ જાતના ડર વિના પરીક્ષા આપી શકે અને તેનામાંથી પરીક્ષાની બીક ઓછી થાય તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહાનુભાવોએ પરીક્ષાનો ડર રાખ્યા વિના વિદ્યાર્થીઓને કસોટીમાંથી પાર ઉતરવા શીખ આપી હતી.

કલેક્ટર અતુલ ગોર તથા મેયર કેયુર રોકડિયા, ઉપમેયર નંદાબેન જોશી, અગ્રણી ઋત્વિજ જોશી, નગરસેવકો સહિતના અગ્રણીઓ સવારના વિદ્યુતનગર સ્થિત વિદ્યુત વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં આ મહાનુભાવોએ પરીક્ષા ખંડમાં જઇ રહેલા છાત્રોને શુભકામનાઓ પાઠવવા સાથે ચોકલેટથી મોં મીઠા કરાવ્યા હતા. ઉપરાંત પુષ્પ, બોલપેન આપીને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.

બાદમાં કલેક્ટર ગોરે પરીક્ષા ખંડમાં કરવામાં આવેલી વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું હતું. ઉનાળાની સ્થિતિને ધ્યાને રાખીને પંખા, પીવાના પાણીની સુવિધા સહિતની બાબતોની ચકાસણી કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત કેન્દ્રની બહાર કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા પણ ચકાસી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચોઃ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પરીક્ષાની વ્યવસ્થાની સમીક્ષા કરી, બોર્ડ દ્વારા કરવામાં આવતા મોનિટરીંગની વિગતો પણ મેળવી

આ પણ વાંચોઃ Surendranagar: ચોટીલાના પીપરાળી ગામે સીમંત પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 120 લોકોને તાત્કાલિક સારવાર અપાઇ

Next Article