NDRFની વડોદરા બટાલિયનના 600 બચાવકારોમાં 6 મહિલા માતૃ શક્તિનો પણ પ્રવેશ

પૂર જેવી આફતો સમયે પાણીમાં ફસાયેલા લોકોમાં સગર્ભા મહિલાઓ પણ હોય છે અને આવી કટોકટીના સમયે કોઈને વેણ ઉપડે એ શક્યતાને ધ્યાનમાં રાખીને આ લોકોને" ચાઇલ્ડ બર્થ ઈન ઇમરજન્સી" ની તાલિમ પણ આપવામાં આવે છે.

NDRFની વડોદરા બટાલિયનના 600 બચાવકારોમાં 6 મહિલા માતૃ શક્તિનો પણ પ્રવેશ
NSRF's Vadodara battalion
| Edited By: | Updated on: Jul 17, 2022 | 12:13 PM

આ તમામ મહિલાઓ કટોકટીના સંજોગોમાં પ્રસૂતિ પણ કરાવી શકે છે

રાષ્ટ્રીય આપદા રાહત દળ એટલે કે એન.ડી.આર.એફ. અત્યાર સુધી મેલ ડોમીનેટેડ (Male dominated) એટલે કે પુરુષોના આધિપત્યવાળું દળ હતું. હવે એમાં માતૃ શક્તિનો પ્રવેશ થયો છે. જો કે હજુ સુધી આ દળમાં મહિલાઓની સીધી ભરતી થતી નથી. પણ અન્ય પુરુષ બચાવકારોની જેમ હવે આ દળમાં વાયા સી.આર.પી.એફ. મહીલા શક્તિને સ્થાન મળ્યું છે. તે પ્રમાણે આ દળની વડોદરા (Vadodara) ખાતેની બટાલિયન 6 માં કુલ 600 જેટલા બચાવકારો (rescuers) માં હવે 8 મહિલા બચાવકારો સામેલ છે અને ખાસ વાત એ છે કે આ તમામ મહિલાઓ કટોકટીના સમયે પ્રસૂતિ કરાવવાનું કૌશલ્ય પણ ધરાવે છે.

વડોદરા બટાલિયનના નાયબ સેનાપતિ શ્રી અનુપમે જણાવ્યું કે આ પૈકી ૩ વિમેન રેસ્ક્યુર્સનો તાજેતરમાં રાજપીપળા મોકલવામાં આવેલા બચાવદળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.ગુજરાતમાં આ દળે બચાવકાર મહિલાઓને મેદાનમાં મોકલી હોય એવી આ પ્રથમ ઘટના હતી. ધ્યાન રહે કે પૂર જેવી આફતો સમયે પાણીમાં ફસાયેલા લોકોમાં સગર્ભા મહિલાઓ પણ હોય છે અને આવી કટોકટીના સમયે કોઈને વેણ ઉપડે એ શક્યતાને ધ્યાનમાં રાખીને આ લોકોને” ચાઇલ્ડ બર્થ ઈન ઇમરજન્સી” ની આપવામાં આવેલી તાલીમ મૂંઝવણ ઉકેલી શકે છે.

અનુપમે વધુમાં જણાવ્યું કે મૂળ સી.આર.પી.એફ.માં ભરતી થયેલી આ બચાવકાર મહિલાઓ હાલમાં અમારે ત્યાં પ્રતિનિયુક્તિ થી ફરજમાં જોડાઈ છે.એમને કટોકટીના સંજોગોમાં જાનમાલના બચાવની 19 સપ્તાહની સઘન તાલીમ આપવામાં આવી છે જેમાં બાળ જન્મ અને પ્રાથમિક તબીબી સારવારનો સમાવેશ થાય છે. જેથી બચાવકાર્ય દરમિયાન કોઈ મહિલાની ક્રિટિકલ સ્થિતિ હોય તો તેને તાત્કાલિક ધોરણે સારવાર આપી તેનો જીવ બચાવી શકાય છે.

આ પણ વાંચો

આ ઉપરાંત તેઓ જળ હોનારતો સમયે બચાવકાર્ય,પ્રાણીઓ ને ઉગારવા,દોરડા દ્વારા બચાવ,તૂટી પડેલી ઇમારતોના કાટમાળમાં શોધ કાર્ય તેમજ રાસાયણિક, જૈવિક, વિકિરણીય અને પરમાણુ કટોકટીમાં બચાવ જેવી વ્યાપક તાલીમ આપવામાં આવી છે. આ ઘટના ખૂબ પ્રાથમિક છે અને નિકટ ભવિષ્યમાં એન.ડી.આર.એફ.માં મહિલા શક્તિનું પ્રમાણ વધી શકે એવા સકારાત્મક સંકેત આપે છે. આ રીતે માત્ર પુરુષોના આધિપત્યવાળા આ દળમાં પણ હવે મહિલાઓની એન્ટ્રી થઈ ગઈ છે અને ધીમે ધીમે તેમની સંખ્યામાં વધારો થશે તેવું માનવામાં આવે છે.

Published On - 10:57 am, Sun, 17 July 22