અ-સલામત ગુજરાતના દાવા વચ્ચે વડોદરામાં બીજા નોરતે સગીરા પર બે નરાધમોએ આચર્યુ દુષ્કર્મ, ડિવાઈડર પરથી તૂટેલા ચશ્મા-ઝાંઝર મળ્યા

|

Oct 05, 2024 | 5:37 PM

ફરી એકવાર ગુજરાતને કલંકિત કરતી ઘટના વડોદરામાં શક્તિની ઉપાસનાના પર્વે જ ઘટી છે. સલામત ગુજરાતના દાવા વચ્ચે સાંસ્કૃતિક નગરીનું જેને બિરુદ મળ્યુ છે એ વડોદરા શહેરમાં એક સગીરાની કેટલાક નરાધમોએ આબરૂ લૂંટી. આ સગીરાની આબરુ નથી લૂંટાઈ ગુજરાતની પોલીસની આબરૂ લૂંટાઈ છે. ભાયલી વિસ્તારમાં તેના મિત્ર સાથે બેસેલી સગીરા પર કેટલાક નરાધમો પૈકી બે શખ્સોએ દુષ્કર્મ આચર્યુ. ઘટના સ્થળેથી સગીરાના ચશ્મા અને ઝાંઝર મળી આવ્યા છે.

ગુજરાતમાં બહેન દીકરીઓ સૌથી વધુ સલામત હોવાના બણગા ફુંકવામાં આવે છે પરંતુ દિવસે દિવસે કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવી રહ્યા છે. ગુનાહિત તત્વોને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ અહીં છાશવારે મહિલાઓ પરના અત્યાચારોની એક બાદ એક ઘટના સામે આવતી રહે છે. હજુ દાહોદ, સુરતની ઘટનાની શ્યાહી સુકાઈ નથી ત્યા વધુ એક દુષ્કર્મની ઘટના વડોદરાથી સામે આવી છે.

વડોદરામાં ભાયલીમાં સગીરા સાથે બીજા નોરતે દુષ્કર્મ

વર્ષ 2019માં વડોદરા શહેરની મધ્યમાં આવેલા નવલખી મેદાનમાં રાતના અંધારામાં મિત્ર સાથે બેઠેલી સગીરા પર બે નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચકચારી ઘટના બની હતી. આ બનાવમાં બે આરોપીઓને પકડવામાં પોલીસને દિવસો લાગ્યાં હતા. હાલ બન્ને આરોપીઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યાં છે. આ ઘટનાના ચાર વર્ષ બાદ વડોદરામાં બીજા નોરતે ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

એક શખ્સે સગીરાના મિત્રને પકડી રાખ્યો અને બે શખ્સોએ સગીરા પર રેપ કર્યો

જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું કે, ગઇ કાલે મોડી રાત્રે દુષ્કર્મની ઘટના સામે આવી છે. મોડી રાત્રે પીડિતા તેના મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં 11. 30 વાગ્યે મળી હતી. બાદમાં બંને ભાયલીમાં આશાપુરા માતાજીના મંદિરની આસપાસ વાત કરવા માટે સ્કુટી પર ગયા હતા. દરમિયાન 2 બાઇક પર પાંચ શખ્સો આવ્યા હતા. પહેલા તેમણે બંને જોડે અભદ્ર ભાષામાં વાત કરી હતી. બંનેએ તેમનો વિરોધ કરતા એક શખ્સે પીડિતાના મિત્રને રોકી રાખ્યો હતો. જેમાંથી બે શખ્સો દ્વારા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બે બાઇક સવાર ત્યાંથી ઘટના પહેલા નીકળી ગયા હતા. ઘટના બાદ પીડિતાએ હિંમત કરીને પોલીસને જાણ કરી હતી.

સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?
Tobacco Diseases : તમાકુના સેવનથી કયા રોગો થાય છે?
ભૂખ્યા પેટે વરિયાળીનું પાણી પીવાથી થાય છે આ ચમત્કારીક ફાયદા
જીવનમાં આગળ વધવું હોય તો આ 5 જગ્યાથી બચવા ઈન્દ્રેશજી મહારાજે આપી સલાહ
આ છે નવરાત્રીના 9 રંગ, 9 દિવસ આ રંગની સાડી પહેરી માતાજીને કરો પ્રસન્ન

આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર

ઘટનામાં પીડિતાનો મિત્ર બાળપણનો મિત્ર હતો. તેઓ બેસીને વાત કરવા માટે ભેગા થયા હતા. બે આરોપીઓને ખુબ નાનો રોલ છે, તે લોકો વાત કરીને ત્યાંથી જતા રહ્યા હતા. તે લોકો ડિવાઇડર પર બેસીને વાતો કરતા હતા. સવારે 4 વાગ્યે પોલીસ મથક પહોંચી ગયા હતા. પીડિતાનું કાઉન્સિલીંગ કર્યું ત્યાર બાદ જેમ જેમ તેને યાદ આવતું ગયું, તેમ તેમ ફરિયાદ લેવાતી ગઇ. આરોપી પુખ્ત વયનો હોવાનો અંદાજ છે. પીડિતા પરપ્રાંતિય છે. આરોપીની ઓળખાણ નથી થઇ શકી. આરોપીઓ હિંદી અને ગુજરાતી બંને ભાષામાં વાતો કરતા હતા. ઘટના ગંભીર છે, આરોપીઓ બહાર હોવાથી હાલ વધુ માહિતી આપવી યોગ્ય નથી. પોલીસ સંપૂર્ણ સામર્થ્યથી આ કેસ પાછળ પડી છે. ટેક્નિકલ અને એફએસએલના માધ્યમથી તમામ આરોપીઓને દબોચવા માટે સતત પ્રયત્નશીલ છે.

વડોદરા પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ

જો કે સૌથી મોટી વાત તો અહીં એ છે કે ગુનેગારોને કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ગુજરાતમાં દિવસે દિવસે કથળી રહી છે. અહીં મેગાસિટી સુરતમાં સરાજાહેર ગ્રીષ્મા જેવી આશાસ્પદ યુવતીનુ એક સનકી યુવક ગળુ કાપી હત્યા કરી નાખે છે અને શિક્ષાના ધામમાં પણ દીકરીઓ સલામત નથી, ખુદ શિક્ષક હેવાન બનીને 6 વર્ષની માસૂમને પીંખી નાખે છે ત્યારે કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવેની ચવાઈ ગયેલી ડાયલોગબાજી કરતા ગુજરાતના ગૃહરાજ્યમંત્રીની પોલીસ કરી શું રહી છે તે મોટો સવાલ છે?  કેમ અસામાજિક તત્વોની હિંમત આટલી હદે વધી રહી છે તે સવાલ શું ગુજરાતના ગૃહરાજ્યમંત્રીને નહીં થતો હોય? નવરાત્રી જેવા તહેવારમાં રાત્રિના માત્ર 11.30 આસપાસ એક ધમધમતા શહેરમાં સગીરાને બે નરાધમો પીંખી નાખે છે ત્યારે ક્યા ગઈ તમારી શી ટીમો? ક્યા ગઈ તમારી પોલીસ? નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતી આ ઘટના વડોદરા પોલીસની કામગીરી સામે પણ સવાલ અનેક સવાલ ઉઠાવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:25 pm, Sat, 5 October 24

Next Article