વિશ્વભરમાં જે લગ્નની ચર્ચાઓ થઈ હતી એ અંબાણી પરિવારના લગ્ન સમયે ચોરી કરવા ગયેલી આંતર રાજ્ય ત્રીચી ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે પાર્ક કરેલી કારમાંથી ગીલોલ વડે કાચ તોડી કિંમતી સામાન ઉઠાવતી આ દક્ષિણ ભારતની “ત્રીચી ગેંગ “ નાં 12 રીઢા ચોરને ઝડપી 10 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ કબ્જે કરી 25 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
ઝડપાયેલી ગેંગના મુખ્ય સૂત્રધાર જગન બાલા સુબ્રમ્યન્યામે એ કબૂલ્યું છે કે અનંત અંબાણીના પ્રિ-વેડિંગનો જામનગરના કાર્યક્રમ માટે ટ્રેન દ્વારા બધા સભ્યો ચોરી કરવા માટે જામનગર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં સિક્યુરિટી વધારે પડતી હોવાથી તે સ્થળ ઉપર ચોરી થઈ શકી ન હતી પરંતુ અન્ય સ્થળે કારના કાચ તોડી ચોરી કરી હતી.
દેશના જુદા જુદા રાજ્યો જેવાકે મહારાષ્ટ્ર નાં પુના,નાસિક, શિરડી અને ગોવા, દિલ્હી, તેમજ રાજ્યનાં અમદાવાદ, વાપી, જામનગર સહિત શહેરના જુદા જુદા સ્થળો ઉપર આ ટોળકીએ ગુના કર્યા હતા. જુદા જુદા શહેરોમાં પાર્ક કરેલી કાર જેમાં કીમતી સામાન મૂક્યો હોય એને નિશાન બનાવી આ ટોળકીના સભ્યો ગીલોલ માં લોખંડ નો છરો ભરાવી જોરથી પ્રહાર કરતા હતા.
જેનાથી કાચ તૂટી ગયા બાદ એમાં થી બેગ, પર્સ કે થેલો ઉઠાવી ભાગતા હતા . ક્રાઇમ બ્રાન્ચને દક્ષિણ ભારતના લાગતા 12 જેટલા શંકાસ્પદ યુવકો આજવારોડ હાઇવે ચોકડી પાસે પૂલ નીચે રોકાયા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસની ટીમે ત્યાં જઈ તપાસ કરતા તેમની પાસે થી ચોરીના મનાતા લેપટોપ,ટેબલેટ,મોંઘા ફોન અને સોના ચાંદીના દાગીના રોકકળ રકમ સહિતનો સામાન મળી આવ્યો હતો.
જ્યારે ચોરી માટે વપરાતી 3 ગિલોલ 180 ધાતુના છરા સહિત 10.05 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે એમની પુછપરછ કરતા તેમને ત્રિચિ ગેંગ નાં સભ્યો હોવાની એન કારના કાચ તોડી કીમતી સામાનની ચોરી કરતા હોવાનું કબૂલ્યું હતું પોલીસે તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.