Vadodara : ગાંધીજી અને નહેરું અંગે વિવાદીત ટિપ્પણી કરનાર શિક્ષક સસ્પેન્ડ, શિક્ષકનો વીડિયો થયો હતો વાયરલ
વડોદરામાં એક શિક્ષક વિદ્યાર્થીઓને ઈતિહાસનું ઊંધુ શિક્ષણ આપતો હોવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો. કારેલીબાગની પાર્થ સ્કૂલના શિક્ષક રાજુ ભટ્ટે ઑનલાઈન અભ્યાસ,અ પોતાનું વ્હોટસ એપ યુનિવર્સીટીનું જ્ઞાન ઓક્યું.
મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર શિક્ષક સસ્પેન્ડ થયા છે. કારેલીબાગમાં આવેલી પાર્થ સ્કૂલના સમાજ શાસ્ત્ર વિભાગના શિક્ષક રાજ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઇન ભણાવતી વખતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ મામલે શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા શોકોઝ નોટિસ આપી હતી. શિક્ષક રાજ ભટ્ટનો ખુલાસો સંતોષકારક નહીં જણાતા ટ્રસ્ટી મંડળ દ્વારા સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરામાં એક શિક્ષક વિદ્યાર્થીઓને ઈતિહાસનું ઊંધુ શિક્ષણ આપતો હોવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો. કારેલીબાગની પાર્થ સ્કૂલના શિક્ષક રાજુ ભટ્ટે ઑનલાઈન અભ્યાસ,અ પોતાનું વ્હોટસ એપ યુનિવર્સીટીનું જ્ઞાન ઓક્યું. ક્લાસ દરમિયાન તેણે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરૂ અંગે આપત્તિજનક ટિપ્પણી કરી. શિક્ષકે કહ્યું કે દેશના લોકો ભૂખથી મરતા હતા. અને નહેરૂ માટે સિગાર લેવા પ્લેન વિદેશ જતું હતું.
શિક્ષક આટલેથી જ ન અટકયો અને દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પરિવાર પર અંગત પ્રહાર કર્યા. કહ્યું કે નહેરૂ પરિવારના બાળકોની પાર્ટી પણ ચાર્ટર પ્લેનમાં થતી હતી. જે બાદ વાયરલ વીડિયોમાં કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતું કહ્યું કે કોંગ્રેસમાં કોઈ ગરીબ પરિવાર છે ખરા, બધા જ ચોર છે. ઑનલાઈન અભ્યાસ દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ બહારનું વિવાદીત ભણાવ્યું. આ બફાટ વાઈરલ થતા જ વિવાદ વકર્યો છે.
આ પણ વાંચો : Surat : સુરતમાં રાવણ દહનના મોટા કાર્યક્રમો પર બ્રેક, પણ નાના પાયે રાવણ દહનની તૈયારીઓ પુરજોશમાં