Vadodara: નવજાત બાળક ઉઠાવી જવાની ઘટનામાં પોલીસને મળી મોટી સફળતા, આટલા લાખમાં વેચ્યું હતું બાળક
Vadodara: 6 દિવસનું બાળક ગુમ થવાના કેસમાં પોલીસને સફળતા મળી છે. પાંચ દિવસની શોધખોળ બાદ બાળક સહીસલામત મળી આવ્યું છે.
વડોદરાના વાઘોડિયાના ભાવનગરપુરા ગામમાંથી 6 દિવસનું બાળક ગુમ થવાના કેસમાં પોલીસને સફળતા મળી છે. પાંચ દિવસની શોધખોળ બાદ બાળક સહીસલામત મળી આવ્યું છે. અને આ ઘટનામાં પોલીસે 5 થી 6 લોકોની અટકાયત કરી છે. સમગ્ર મામલે નજર કરીએ તો, કાલોલ વિસ્તારમાં રહેતા કલ્પેશ રાઠોડના પરિચીતમાં એક આર્મી પરીવારને બાળક જોઈએ છે. તેની 5-6 મહિનાથી વાત શરૂ હતી. જેને લઈને કલ્પેશે બે-ત્રણ લોકોનો સંપર્ક કર્યો હતો.
અંતે ભાવનગરપુરા ગામમાંથી 6 દિવસના બાળકનું અપહરણ કરી બિહારના રોહતાસ જિલ્લામાં બાળક 4 લાખમાં વેચી દેવામાં આવ્યું હતું. હાલ જિલ્લા પોલીસે આ ઘટનામાં 5 થી 6 લોકોની અટકાયત કરી છે. તેમજ બાળકો વેચવા માટેની ગેંગની લિંક મેળવવા ઉપરાંત આવા કાળા કામ અટકાવવા માટે આગળની કાર્યવાહી પોલીસ કરશે.
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
