Vadodara: કોવિડ OSD ડૉ. વિનોદ રાવે સોમવારથી કડક કાર્યવાહીના આપ્યા સંકેત

છેલ્લા એક પખવાડિયાથી વડોદરામાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાને કારણે કોવિડ OSD ડૉ.વિનોદ રાવે શુક્રવારે પૂર્વે SSG અને ગોત્રી કોવિડ હોસ્પિટલોની મુલાકાત લઈ ઉપલબ્ધ વ્યવસ્થાઓની સમીક્ષા કર્યા બાદ બંને હોસ્પિટલોના અધિકારીઓ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

yunus.gazi
| Edited By: | Updated on: Mar 14, 2021 | 9:34 PM

છેલ્લા એક પખવાડિયાથી વડોદરામાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાને કારણે કોવિડ OSD ડૉ.વિનોદ રાવે શુક્રવારે પૂર્વે SSG અને ગોત્રી કોવિડ હોસ્પિટલોની મુલાકાત લઈ ઉપલબ્ધ વ્યવસ્થાઓની સમીક્ષા કર્યા બાદ બંને હોસ્પિટલોના અધિકારીઓ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચારેય મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા મહાનગરોની કોરોના પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી એ આ અંગે વધુ માહિતી આપતા  ટીવી નાઈનને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ વડોદરાની પ્રવર્તમાન પરિસ્થિતિની જાણકારી મેળવી હતી સાથે જ છેલ્લા 7-8 મહિનાઓ દરમ્યાન કોરોના નિયંત્રણ માટે લેવાયેલા પગલાંઓને વધુ વેગવાન બનાવવા સૂચન કર્યું હતું.

 

 

વડોદરા મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી એ છેલ્લા 15 દિવસ દરમ્યાન વડોદરામાં કોરોનાના કેસોમાં આંશિક વધારો થયો હોવાનું સ્વીકાર કરતા જણાવ્યું હતું કે સોમવારથી કોર્પોરેશન અને પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ એટલે કે JET સક્રિય અને અસરકારક રીતે કામ કરી કોવિડ-19ના નિયમોનું પાલન કરાવશે. કોવિડ OSD ડૉ. વિનોદ રાવે મીડિયા જોગ પોતાના વ્હોટ્સએપ નિવેદનમાં જણાવ્યું કે કોવિડ 19ની ગાઈડલાઈનનું કડક પાલન કરાવવા સોમવારથી કોર્પોરેશન અને પોલીસની JETને સક્રિય કરી રહ્યા છે, સાથે જ તેઓએ વડોદરાવાસીઓને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સ્વયં શિસ્ત જાળવવા અપીલ કરી હતી. કોવિડ OSD ડૉ.વિનોદ રાવે પોતાના અન્ય એક આદેશમાં ત્રણ અલગ અલગ નિમણુંક કરી છે, જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલને GMERS હોસ્પિટલ ગોત્રી તથા SSG હોસ્પિટલના કોવિડ-19 એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા છે.

 

 

ડૉ. મીનું પટેલને SSG હોસ્પિટલ ખાતે તેઓના એડવાઈઝર તરીકે અને ડૉ. શીતલ મિસ્ત્રીને GMERS હોસ્પિટલ ગોત્રી ખાતે તેઓના એડવાઈઝર તરીકે નિમણુંક કરેલ છે. વડોદરામાં ચૂંટણીઓ પૂર્વે દૈનિક જે 40થી 42 કેસો આવતા હતા, તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોવિડ બુલેટિન મુજબ 60થી 62 કેસો નોંધાઈ રહ્યા છે. જ્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવતા આંકડાઓમાં 100નો આંકડો પાર થઈ રહ્યો છે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે સાંજે જારી કરેલ આંકડાઓ મુજબ વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 95 કેસ અને જિલ્લામાં 22 કેસ એટલે કે કુલ 117 કેસ નોંધાયા છે, જ્યારે 81 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

 

આ પણ વાંચો: RAJKOT : ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, પ્રથમ વખત ડુંગળીની કરાઇ નિકાસ

Follow Us:
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
g clip-path="url(#clip0_868_265)">