વડોદરા : ગોરવા વિસ્તારમાં આધેડને રખડતા ઢોરે અડફેટે લીધા, શહેરમાં રખડતા ઢોરનો વિકટ બનતો પ્રશ્ન

|

Nov 30, 2021 | 12:59 PM

આ ઘટના વડોદરા મનપાના પોકળ દાવાઓની પોલ ખોલી રહી છે. હકિકત તો એ છેકે તંત્રના દાવા વચ્ચે શહેરીજનો આજેપણ રખડતી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે આશા રાખીએ કે મનપા દાવાઓ કરવાને બદલે ઠોસ કામગીરી કરે.

વડોદરામાં મેયરના અથાક પ્રયાસો બાદ પણ રખડતા ઢોરનો આતંક યથાવત છે. ગોરવા વિસ્તારમાં રહેતા આધેડને રખડતો ઢોરે અડફેટે લીધા. અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા શખ્સને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મહત્વપૂર્ણ છે કે મેયરની ઠોસ કામગીરી વચ્ચે શહેરમાં રખડતો ઢોરનો શિકાર બનવાની આ ચોથી ઘટના છે.

આ ઘટના વડોદરા મનપાના પોકળ દાવાઓની પોલ ખોલી રહી છે. હકિકત તો એ છેકે તંત્રના દાવા વચ્ચે શહેરીજનો આજેપણ રખડતી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે આશા રાખીએ કે મનપા દાવાઓ કરવાને બદલે ઠોસ કામગીરી કરે.

આ તો થઇ વડોદરાની વાત, પરંતુ રાજ્યના અન્ય શહેરમાં પણ રખડતા ઢોર આતંક મચાવી રહ્યા છે. અને સ્થાનિક તંત્ર કૂંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું છે. મહાનગરોમાં રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. તો નિર્દોષ નાગરિકો રખડતી સમસ્યાનો શિકાર બની રહ્યા છે. રાજ્યના શહેરોમાં રખડતા ઢોરના આતંકના આ દ્રશ્યો વીડિયોમાં જોઇ શકાય છે. આ વીડિયોમાં જુઓ ક્યાંક રસ્તે રખડતા ઢોર મોતના દર્શન કરાવી રહ્યા છે. તો ક્યાંક રખડતા ઢોરનો આતંક સામાન્ય માણસોને કંપારી છોડાવી દેનારો છે. આ દ્રશ્યો જ ચાડી ખાય છે કે રસ્તે રખડતી આ સમસ્યા કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ ક્યારે મળશે.

આ પણ વાંચો : રાજકોટ : ધોરાજીમાં રખડતા ઢોરના પ્રશ્ને પ્રજા પરેશાન, પાલિકાની કામગીરીને લઇને અનેક સવાલો

Next Video