Vadodara: પાદરામાં છે 950 વર્ષ જૂનુ African Baobab Tree, વૃક્ષની કિમત છે 10 કરોડ રુપિયા

|

Feb 07, 2021 | 8:36 AM

950 વર્ષ જૂનું African Baobab tree વડોદરાના પાદરામાં સ્થિત છે. SCની વૃક્ષ મુલ્યાંકન સમિતીના રિપોર્ટ મુજબ આ વૃક્ષની કિમત રુપિયા 10 કરોડ છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એક નિષ્ણાત સમિતિએ વૃક્ષોનાં મૂલ્યાંકન સંબંધિત રિપોર્ટ રજૂ કર્યો છે. આ સમિતિના તારણ પ્રમાણે, એક વૃક્ષનું એક વર્ષનું આર્થિક મૂલ્ય રૂ. 74,500 હોઈ શકે છે, એટલે કે વૃક્ષની ઉંમરમાં દર વર્ષે રૂ. 74,500નો ગુણાકાર કરીને એનું મૂલ્ય નક્કી કરવું જોઈએ. દેશમાં પહેલીવાર વૃક્ષોનું આર્થિક મૂલ્યાંકન કરાયું છે. વડોદરા પાસે ભાયલી અને પાદરાથી 6 કિમીના અંતરે આવેલા ગણપતપુરા ગામે સૌથી મોટું આફ્રિકન બાઓબાબનું 950 વર્ષ જૂનું વૃક્ષ છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ એન્ડેસોનિયા ડીજીટાટા છે. આ વૃક્ષની કિંમત આશરે 10 કરોડથી વધારે છે. સુપ્રીમ કોર્ટના તારણ અનુસાર આ વૃક્ષ 950 વર્ષ જુનું છે. જોકે ગ્રામજનોનું કહેવું છે કે આ વૃક્ષ હજારો વર્ષ જુનું છે.

 

Published On - 8:33 am, Sun, 7 February 21

Next Video