વડોદરામાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 2 યુવતી અને 5 યુવક ઝડપાયા, જુઓ VIDEO

|

Nov 12, 2019 | 6:55 AM

વડોદરામાં યુવક-યુવતીઓને દારૂની પાર્ટી મોંઘી પડી છે. નવાયાર્ડ વિસ્તારમાં દારૂની પાર્ટી કરતા યુવક-યુવતીઓને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. નવાયાર્ડ વિસ્તારના એક ફ્લેટમાં યુવક-યુવતીઓ ભાડેથી રહે છે. જ્યાં બર્થડે પાર્ટીને રંગીન બનાવવા યુવક-યુવતીઓએ દારૂ પાર્ટીની લિજ્જત માણી રહ્યાં હતા. આ પણ વાંચો: VIDEO: નિયમોનું કરજો પાલન નહીં તો આવશે મેમો, રાજકોટમાં 3 દિવસમાં 1.20 કરોડના ઈ-મેમો […]

વડોદરામાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 2 યુવતી અને 5 યુવક ઝડપાયા, જુઓ VIDEO

Follow us on

વડોદરામાં યુવક-યુવતીઓને દારૂની પાર્ટી મોંઘી પડી છે. નવાયાર્ડ વિસ્તારમાં દારૂની પાર્ટી કરતા યુવક-યુવતીઓને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. નવાયાર્ડ વિસ્તારના એક ફ્લેટમાં યુવક-યુવતીઓ ભાડેથી રહે છે. જ્યાં બર્થડે પાર્ટીને રંગીન બનાવવા યુવક-યુવતીઓએ દારૂ પાર્ટીની લિજ્જત માણી રહ્યાં હતા.

આ પણ વાંચો: VIDEO: નિયમોનું કરજો પાલન નહીં તો આવશે મેમો, રાજકોટમાં 3 દિવસમાં 1.20 કરોડના ઈ-મેમો ફટકાર્યા

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

અને કેક કાપ્યા બાદ એટલી હદે બૂમ-બરાડા પાડ્યા કે ફ્લેટમાં રહેતા લોકો તેમનાથી ત્રાસી ગયા અને તેમણે પોલીસને જાણ કરી દીધી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ફ્લેટમાં ત્રાટકી હતી. જ્યાં બે યુવતી અને પાંચ યુવકો નશાની હાલતમાં ઝડપાઈ ગયા હતા. પોલીસે આ તમામ નબીરાઓના સયાજી હોસ્પિટલમાં લોહીના નમૂના લઈને તપાસ માટે મોકલી આપ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અને તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. એકતરફ રાજ્યમાં દારૂબંધીની વાતો થઈ રહી છે તો બીજીતરફ કેટલીક જગ્યાએ હજુ પણ દારૂ વેચાતો હોવાના પુરાવા સામે આવી રહ્યા છે. વડોદરાના આ યુવક-યુવતીઓ પાસે દારૂ ક્યાંથી આવ્યો તે પણ એક સવાલ છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article