રાજ્યના આ વિસ્તારોમાં આજથી માવઠાની આગાહી, નલિયામાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું

| Edited By: | Updated on: Nov 17, 2021 | 9:33 AM

Gujarat: શિયાળાની શરૂઆતમાં જ ઠંડીએ જોર પકડ્યું છે, તો રાજ્યના ઘણા વિસ્તારોમાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. ચાલો જાણીએ વિગત.

Gujarat: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) આજથી માવઠાની આગાહી કરવામાં આવી છે. તો શિયાળાની (Winter) અસર હવે રાજ્યમાં જોવા મળી રહી છે. ત્યારે તાપમાનમાં ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે. નલિયામાં ઠંડીમાં વધારો થતાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પાટણ અને ડીસામાં 13.4 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.

જણાવી દઈએ કે ઠંડીની અસર અમદાવાદમાં પણ જોવા મળી. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું હતું. આગામી ચારથી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. તેના કારણે ઠંડીનું જોર ઘટશે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં આજે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આગાહી પ્રમાણે આવતીકાલે ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 19 નવેમ્બરે દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ માવઠાની આગાહી કરાઈ છે.

 

આ પણ વાંચો: કાંકરિયા ધર્માંતરણ કેસમાં ફંડિંગ કરનાર હાજી અબ્દુલ્લા ફેફડાવાલાનો વિડીયો સામે આવ્યો, ધર્માંતરણના બદલામાં લાલચ આપતો નજરે પડયો

આ પણ વાંચો: Bhakti: લીલી પરિક્રમા દરમિયાન કેમ જોવા નથી મળતા ઝેરી જીવ-જંતુઓ ? જાણો જીણાબાવાની રસપ્રદ કથા