અરવલ્લી જિલ્લામાં નવા વર્ષની અનોખી પરંપરા, જુઓ આ વીડિયો

| Edited By: | Updated on: Nov 05, 2021 | 1:51 PM

અનોખી વાત એ છે કે લોકો પશુઓના ટોળા વચ્ચે ભલે ફટાકડા ફોડે,, પરંતુ પશુઓ તેમને જરાય પરેશાન નથી કરતા કે નથી નુક્સાન પહોંચાડતા. દ્રશ્યો જોઈને તમને એવું લાગતું હશે કે ફટાકડાથી પશુઓની હાલત શું થતી હશે.

વાત કરીએ અરવલ્લી જિલ્લામાં ઉજવાતા નવા વર્ષની. તો અહીં અનોખી પરંપરા સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લાના મોટાભાગના ગામડામાં ફટાકડા ફોડીને પશુઓને ભગાડવામાં આવે છે. દ્રશ્યો જોઈને તમને એવું લાગશે કે અહીં પશુઓ રેસના મેદાનમાં દોડી રહ્યા છે. પરંતુ એવું નથી. અહીં ગામના પશુઓને એક જગ્યાએ ભેગા કરવામાં આવે છે. અને પશુધનના ટોળાની વચ્ચે ફટાકડા ફોડીને તેમને ભગાડવામાં આવે છે. ફટાકડાના અવાજથી ડારના માર્યા પશુઓ ભાગીને ગામની સીમમાં દોડી જાય છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા ઉજવવા પાછળ ગ્રામજનોનું માનવું છે કે આમ કરવાથી તેમના ગામની એકતા જળવાઈ રહે છે.

અનોખી વાત એ છે કે લોકો પશુઓના ટોળા વચ્ચે ભલે ફટાકડા ફોડે,, પરંતુ પશુઓ તેમને જરાય પરેશાન નથી કરતા કે નથી નુક્સાન પહોંચાડતા. દ્રશ્યો જોઈને તમને એવું લાગતું હશે કે ફટાકડાથી પશુઓની હાલત શું થતી હશે. પરંતુ ગ્રામજનો માને છે કે આમ કરવાથી પશુઓમાં રોગચાળો નથી ફેલાતો. અને તેઓ આખું વર્ષ સ્વસ્થ રહે છે. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ માનીને આ ઉજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચો : Maharashtra: મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખનો પુત્ર આજે ED સમક્ષ નહીં થાય હાજર થશે, 7 દિવસનો માંગી શકે છે સમય

આ પણ વાંચો : અમદાવાદ : ત્રણ બાળકોની અનોખી સિદ્ધિ, અંડર 10માં બનાવ્યો દોડનો રેકોર્ડ, ગિનિસ બુકમાં પણ અરજી કરી