Gandhinagar: NFSU ખાતે સ્કૂલ ઓફ લૉનું ઉદ્ઘાટન, કિરણ રિજિજુએ PM મોદી CM હતા એને લઈને કહી આ વાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 3:35 PM

ગાંધીનગરમાં કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ લૉના વિવિધ પ્રકલ્પોનો શુભારંભ થયો.

ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ લૉના વિવિધ પ્રકલ્પોનો શુભારંભ થયો. આ પ્રસંગે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુ પણ હાજર રહ્યા હતા. કિરણ રિજિજુએ સ્કૂલ ઓફ લૉ, ફોરેન્સિક જસ્ટિસ અને પોલિસી સ્ટડીઝના કોર્સનું ઉદઘાટન કર્યું. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. આર. શાહ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યાં.

સાથે કાર્યક્રમમાં રાજ્યના કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા પણ હાજર રહ્યાં હતા. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં નવા કોર્સની શરૂઆત થતા વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યની તકો વધશે. દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ યુનિવર્સિટી આગામી સમયમાં નવી ટેકનોલોજી સાથે માનવબળ પૂરૂ પાડશે. અહીં અભ્યાસ બાદકાયદાકીય નિષ્ણાતો FSLની મદદથી કોર્ટમાં પુરાવા રજૂ કરશે. જેથી ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનશે.

તેમજ આ પ્રસંગે કિરણ રિજિજુએ કહ્યું કે સ્પોર્ટ્સ યુનિવર્સિટી હોય કે સાયંસ યુનિવર્સિટી, એ ગુજરાતમાં જ પ્રથમ કેમ સ્થાપિત થાય છે. કારણકે જ્યારે PM નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે બધું ફાઉન્ડેશન કરીને ગયા. અને હવે આ મોટું વટવૃક્ષ થઇ ગયું છે. આનો ફાયદો દેશના અન્ય ભાગોમાં પણ જવો જોઈએ.

આ પણ વાંચો: ધોરાજીની ‘ખાડાયાત્રા’: ખરાબ રસ્તાઓ અંગે વિપક્ષના આક્ષેપો અને શહેર ભાજપ મંત્રી પણ આ અંગે સહમત!

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં આવેલી ગોદરેજ ગાર્ડન સીટીમાં મહિલાઓનું હલ્લાબોલ, વિવિધ સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન

g clip-path="url(#clip0_868_265)">