કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં બે વાર ગુજરાત પ્રવાસ પર, જાણો કઈ તારીખે ક્યાં જશે શાહ

|

Oct 13, 2021 | 4:29 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં બે વાર ગુજરાત પ્રવાસ પર છે. તેઓ 19-20 ઓક્ટોબરે પોતાના વતન માણસામાં મંદિરના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તેમજ 31 ઓક્ટોબરે કેવડિયા આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવનારા થોડા દિવસોમાં ગુજરાત આવશે તેવી માહિતી મળી રહી છે. 19-20 ઓક્ટોબરે અમિત શાહ અમદાવાદ આવશે. ત્યાંથી તેઓ પોતાના વતન માણસામાં મંદિરના કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે. તમને જણાવી દઈએ કે અમિત શાહ પરિવાર સાથે કાર્યક્રમમાં હાજરી આપશે. આ બાદ 31 ઓક્ટોબરે પણ શાહ ગુજરાત આવવાના છે. આ તારીખે સરદાર પટેલનો જન્મતિથી હોવાના કારણે તેઓ ગુજરાત પ્રવાસ કરશે. જેમાં કેવડિયા અમિત શાહ આવશે. આ દિવસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાહ  હાજર રહેશે.

જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ જ અમિત શાહ (Amit shah) ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેમણે પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેઓ ત્યારે પણ માણસા ખાતે કુળદેવી માતાના દર્શન અને પૂજા કરવા જવાના હતા. મહત્વનું છે કે દર વર્ષે નવરાત્રિમાં ગૃહમંત્રી માણસા મંદિરમાં પૂજા કરવા માટે આવતા હોય છે.

તેમજ પ્રવાસ દરમિયાન તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમ કે ગાંધીનગર રેલવે સ્ટેશન પર ટી-સ્ટોલનું લોકાર્પણ કર્યું હતું. તેમજ સ્વામીનારાયણ વિશ્વમંગલ ગુરૂકુળ દ્વારા નવનિર્મિત ઇન્ટરનેશનલ સ્કુલ નવીન મકાનનું લોકાર્પણ અને એક ઓક્સિજન પ્લાન્ટનું પણ લોકાર્પણ પણ કર્યું હતું.

 

આ પણ વાંચો: SURAT : કોલસાની અછતની ડ્રાઇંગ અને પ્રોસેસિંગ એકમો પર માઠી અસર, 300થી વધુ એકમોને તાળા લાગે તેવી સ્થિતિ

આ પણ વાંચો: વડોદરામાં માતાપુત્રીના શંકાસ્પદનો મોતનો ભેદ ઉકેલાયો, ઘરના મોભીએ જ કરી બંનેની હત્યા

Published On - 4:22 pm, Wed, 13 October 21

Next Video