મેટ્રો ફેઝ-2: અમદાવાદથી ગાંધીનગરમાં મહાત્મા મંદિર અને ગિફ્ટ સીટી સિવાય આ સ્થળોને પણ જોડશે, વિદ્યાર્થીઓને થશે મહત્તમ લાભ
અમદાવાદીઓએ લાંબા સમયથી સેવેલું મેટ્રોમાં સફરનું સ્વપ્ન હવે ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટને મળી ગઈ છે મંજૂરી. અમદાવાદમાં મેટ્રો ટ્રેનના સફળ પરીક્ષણ બાદ હવે અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન દોડાવાશે. મળતી માહિતી પ્રમાણે, વાસણા એપીએમસીથી મોટેરા સુધીની મેટ્રો ટ્રેનની કામગીરી પૂર્ણ કરાશે. ત્યારબાદ ગાંધીનગરથી મોટેરા સુધી મેટ્રો પ્રોજેક્ટની કામગીરી […]

અમદાવાદીઓએ લાંબા સમયથી સેવેલું મેટ્રોમાં સફરનું સ્વપ્ન હવે ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટને મળી ગઈ છે મંજૂરી. અમદાવાદમાં મેટ્રો ટ્રેનના સફળ પરીક્ષણ બાદ હવે અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન દોડાવાશે. મળતી માહિતી પ્રમાણે, વાસણા એપીએમસીથી મોટેરા સુધીની મેટ્રો ટ્રેનની કામગીરી પૂર્ણ કરાશે. ત્યારબાદ ગાંધીનગરથી મોટેરા સુધી મેટ્રો પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવશે.
મેટ્રો પ્રોજેક્ટ ફેઝ 2માં ગાંધીનગરના મોટાભાગના એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટને જોડતા સ્ટેશનનો સમાવેશ કરવામાં આવશે. જેનાથી મેટ્રો ફેઝ 2નો સૌથી વધુ લાભ વિદ્યાર્થીઓને થશે. 5 હજાર 523 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવનાર મેટ્રો ફેઝ 2માં 28.5 કિલોમીટરનું અંતર રહેશે. જેમાં આશરે 20 જેટલા સ્ટેશનનો સમાવેશ કરાશે.
ફેઝ 2ના સંભવિત સ્ટેશનોની વાત કરીએ તો, આ રૂટમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ઈન્ફોસીટી, ગિફ્ટ સિટી, સચિવાલય, અક્ષરધામ, મહાત્મા મંદિરનો સમાવેશ કરવામાં આવશે. અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રોનું માનીએ તો, વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીની મેટ્રો ટ્રેનનું જ્યારે ઉદ્ધાટન કરવામાં આવશે ત્યારે જાહેરાત કરાઈ શકે છે..
અમદાવાદ મેટ્રો રેલના ટ્રાયલ રનની સાથે અન્ય કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલની 6 કિલોમીટર ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ માટે ચાર ટનલ બોરિંગ મશીન કામે લગાવી દેવાયા છે..26 કિલોમીટરની વાયરડગ પૈકી 9 કિલોમીટર બની ગયું છે. વસ્ત્રાલ એપરલ પાર્કથી લઈને કાલુપુર સુધી 95 ટકા કામ પતી ગયું છે. અને ઘીકાંટાથી લઈને કાલુપુર સુધીનું પણ 80 ટકા કામ પૂર્ણ થયું છે. મેટ્રો રેલના ડાયરેક્ટર કાર્યની ઝડપથી ખુશ છે.
[yop_poll id=1359]