ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ગિફ્ટ સિટીની લેશે મુલાકાત

|

Nov 20, 2021 | 7:01 AM

નિર્મલા સીતારમણ ગિફ્ટ સિટીને લઈને નાણા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. દેશના પ્રથમ એવા IFSCના વિકાસ અને વૃદ્ધિના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેશે.

ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ગિફ્ટ સિટીની લેશે મુલાકાત
Gift City (File Photo)

Follow us on

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) ગુજરાતની(Gujarat)  મુલાકાતે છે. શનિવારે નિર્મલા નિર્મલા સીતારમણ ગાંધીનગર ગિફ્ટ સિટીની(Gift City) મુલાકાત લેશે.નિર્મલા સીતારમણ ગિફ્ટ સિટીને લઈને નાણા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. દેશના પ્રથમ એવા IFSCના વિકાસ અને વૃદ્ધિના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેશે.

ગાંધીનગર ખાતે નવું ફિનટેક પાર્ક બનાવવામાં આવશે

કેન્દ્રીય રાજ્ય કક્ષાના નાણાપ્રધાન પંકજ ચૌધરી પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે નાણાપ્રધાને જનરલ બજેટમાં જાહેરાત કરી હતી કે, ગાંધીનગર ખાતે નવું ફિનટેક પાર્ક બનાવવામાં આવશે.જેના કારણે દોઢ લાખ કરતા વધારે નોકરીની તક મળશે.આ ઉપરાંત, ગિફ્ટ સિટીના વિકાસ માટે સરકાર દ્વારા અનેક જાહેરાતો થઇ છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

નિર્મલા સીતારમણની ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન આ તમામ મુદ્દાઓને આવરી લેવાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. નિર્મલા સીતારમણ ગિફ્ટ સિટી મામલે મહત્વની ચર્ચા કરશે. કેન્દ્રીય નાણા વિભાગના સાત અધિકારીઓ સાથે આ મામલે ચર્ચા કરશે. ગિફ્ટ સિટીના વિકાસ સંદર્ભે કરવામાં આ બેઠકમાં ચર્ચાઓ થવાની સંભાવના છે.

બજેટ 2021-22માં ગાંધીનગર-ગિફ્ટ સિટી બાબતે જાહેરાત

નોંધનીય છેકે આ વરસે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદ ભવનમાં મોદી સરકારનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યું. જોકે, કોરોના કાળમાં રજૂ કરાયેલાં આ બજેટમાં ગુજરાત માટે ખાસ ખુશખબરી હતી. નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે, ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે નવું ફિનટેક પાર્ક બનાવવામાં આવશે. જેના કારણે અંદાજે દોઢ લાખ કરતા વધારે લોકોને નોકરીની તક મળશે. આ ઉપરાંત, ગિફ્ટ સિટીના વિકાસ માટે સરકાર દ્વારા અનેક જાહેરાતો થઇ છે. ત્યારે કેન્દ્રીય મંત્રીની ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન આ તમામ મુદ્દાઓને આવરી લેવાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે.

886 એકરમાં ફેલાયેલું છે ગિફ્ટ સિટી

ગાંધીનગર પાસે બનેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) ભારતનું સૌ-પ્રથમ સ્માર્ટસિટી છે. ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયેલું છે અને તેમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે. હાલ અહીં 9 હજારથી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે. અહીં હોટેલ, ક્લબ હાઉસ, એફોર્ડેબલ હાઉસ તેમજ રહેણાંક એકમોનો સમાવેશ કરવામાં ​​​​​​​​​​​​​​​​​​​​​આવ્યો છે. ગિફ્ટ સિટીમાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અનોખો છે. ગિફ્ટ સિટીના કોઈપણ સંકુલમાં તમે નળમાંથી પીવાનું પાણી લઈ શકો છો. તેનું સમગ્ર સ્ટ્રક્ચર બાઉન્ડ્રી લેસ છે. અર્થાત્ એકપણ ટાવરને કંપાઉન્ડ વોલથી કવર કરવામાં આવ્યું નથી. જમીનના બહેતર ઉપયોગ માટે આ સિસ્ટમ અપનાવવામાં આવી છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ છે ગિફ્ટ સિટી

ગિફ્ટ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિક છે. સંકુલમાં ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ, યૂટીલિટી ટનલ, કચરો એકત્ર કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ જેવી સુવિધા પણ છે. સિટીમાં 7 ટાવર કાર્યરત છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આવેલું છે.

આ પણ વાંચો : GUJARAT : કોરોનાની લેટેસ્ટ માહિતી સાથે જાણો ગુજરાતના મહત્વના સમાચાર, માત્ર એક ક્લિકમાં

આ પણ વાંચો: કૃષિ કાયદાએ ફરી એકવાર ભારતીય રાજકારણના ત્રણ નિયમોને સાચા સાબિત કર્યા

Published On - 6:47 am, Sat, 20 November 21

Next Article