Ahmedabad: કોરોનાના વધતા કેસોને પગલે અમદાવાદની આ બે શાળામાં ઓફલાઇન શિક્ષણ બંધ કરાયુ

| Edited By: | Updated on: Jan 05, 2022 | 1:51 PM

એક તરફ શાળાઓ ઓફલાઇન શિક્ષણ બંધ કરી રહી છે, ત્યાં બીજી તરફ શાળાઓમાં વિદ્યાર્થીઓની રસીકરણની કામગીરીને પણ ગતિ આપવામાં આવી રહી છે. જેથી વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિમાંથી બચાવી શકાય.

અમદાવાદ (Ahmedabad) માં કોરોના (Corona)નો કહેર વધી રહ્યો છે. થોડા દિવસોથી ગુજરાતમાં 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે. મંગળવારે એક હજાર કરતા વધુ કેસ અમદાવાદમાં નોંધાયા. તજજ્ઞોનું માનીએ તો આ ત્રીજી લહેર (third wave)ની શરુઆત છે. જેને લઇને હવે અમદાવાદમાં કેટલીક શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ (Students)ના હિતને ધ્યાનમાં રાખીને ઓફલાઇન વર્ગો (Offline classes) બંધ કરી દેવાયા છે.

ઉદગમ અને ઝેબર સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ બંધ

છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેથી સાવચેતીના ભાગ રૂપે અમદાવાદની ઉદગમ અને ઝેબર સ્કૂલ દ્વારા ઓફલાઇન શિક્ષણના વર્ગો હાલ પૂરતા બંધ કરી દેવાયા છે. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. વાલીઓને મેસેજ કરીને ઓફલાઇન ક્લાસ બંધ કર્યાની માહિતી આપવામાં આવી છે. વાલીઓને સૂચના આપવામાં આવી છે કે શહેરમાં કોરોનાની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઇન ક્લાસ જ લેવામાં આવશે. વિદ્યાર્થીઓની સલામતીને લઇને શાળા સંચાલકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓના રસીકરણની કામગીરી

એક તરફ શાળાઓ ઓફલાઇન શિક્ષણ બંધ કરી રહી છે, ત્યાં બીજી તરફ શાળાઓમાં વિદ્યાર્થીઓની રસીકરણની કામગીરીને પણ ગતિ આપવામાં આવી રહી છે. જેથી વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિમાંથી બચાવી શકાય.

મહત્વનું છે કે ચાર જ દિવસમાં કોરોના કેસનો આંકડો ચાર ગણો થઈ ગયો છે. 4 જાન્યુઆરીએ અમદાવાદમાં કુલ 1 હજાર 290 કેસ નોંધાયા છે. તો વધતા કેસના પગલે અમદાવાદ શહેરમાં વધુ 21 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં (Micro Containment zone) મુકાયા છે. સૌથી વધુ રામોલના ગુલાબનગરના 28 ઘરોના 113 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં મુકાયા છે.

આ પણ વાંચો: કોરોના બેફામ, લોકો બેદરકાર: અમદાવાદમાં માત્ર 2 દિવસમાં અઢળક લોકો માસ્ક વગર પકડાયા, તંત્રએ લાખોનો દંડ વસુલ્યો

આ પણ વાંચો: કોરોનાનો કહેર : MNS ચીફ રાજ ઠાકરેનો સ્ટાફ થયો કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં 26 મોટા નેતા કોરોનાની ઝપેટમાં