Breaking News : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે, રાજ્ય સરકારે કરી કમિટીની જાહેરાત, જુઓ Video

યુનિફોર્મ સિવિલ કોડ UCCને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. જેને લઈને રાજ્ય સરકારે કમિટીની જાહેરાત કરી છે. જેમાં વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓ 45 દિવસમાં રિપોર્ટ આપશે.

Breaking News : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે, રાજ્ય સરકારે કરી કમિટીની જાહેરાત, જુઓ Video
UCC
| Updated on: Feb 04, 2025 | 12:49 PM

યુનિફોર્મ સિવિલ કોડ UCCને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સરકારે આપેલી માહિતી અનુસાર  ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. જેને લઈને રાજ્ય સરકારે કમિટીની જાહેરાત કરી છે.  આ કમિટીમાં 5 વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓ 45 દિવસમાં રિપોર્ટ આપશે. ત્યાર બાદ UCC અંગે નિર્ણય લેવાઈ શકે છે.

ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટે એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે. આ કમિટી કાયદાનું અમલીકરણ લોકોના સૂચનો પર આધાર રાખી કરશે. આ નિર્ણય સંવિધાનના 75 વર્ષ પૂર્ણ થવામાં જઈ રહ્યાં છે ત્યારે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યા અનુસાર  UCC નું અમલ દેશના તમામ નાગરિકોને સમાન અધિકારો આપવાનું છે, અને આ નિર્ણય ધર્મ, જાતિ અને સમુદાયના ભેદને દૂર કરવાનું છે. આમાંથી એક મહત્વપૂર્ણ નિર્ણય 370 કલમની સમાપ્તી અને ટ્રિપલ તલાકના રદ કરવામાં પણ આવ્યો હતો. આ કમિટીની અધ્યક્ષતા નિવૃત ન્યાયાધીશ રંજના કુમારી કરશે, જે રાજ્યમાં UCC ની અમલવારી માટે કામ કરશે.

 

UCC કમિટીના અધ્યક્ષ અને સભ્યો

ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટે એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે. જેમાં રંજના દેસાઈ, સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ (અધ્યક્ષ) છે.  2. વરિષ્ઠ IAS અધિકારી સી.એલ. મીના પણ આ કમિટીના સભ્ય છે. જ્યારે ત્રીજા સભ્ય એડ્વોકેટ આર.સી.કોડેકર છે. જ્યારે ચોથા સભ્ય તરીકે ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેસ ઠાકરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કમિટીના 5માં સભ્ય સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ છે.

 

રંજના દેસાઈની અધ્યક્ષતામાં રચાઈ કમિટી

સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના કુમારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. રંજના બેન દેસાઈ ઉત્તરાખંડમાં પણ કમિટીના અધ્યક્ષ હતા. Ucc નો એક અદભુત મોડેલ ઉત્તરાખંડ સરકારે રજૂ કર્યું છે. 45 દિવસ માં આ કમિટી રિપોર્ટ આપશે ત્યાર બાદ સી એમ રિવ્યુ કરશે.

UCC શું છે?

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો માટે સમાન કાયદો હોવો. જો કોઈપણ રાજ્યમાં સિવિલ કોડ લાગુ કરવામાં આવે છે, તો લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતના વિભાજન જેવા તમામ વિષયોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે. બંધારણના ચોથા ભાગમાં, રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોનું વિગતવાર વર્ણન છે, જેમાં કલમ 44 જણાવે છે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની સરકારની જવાબદારી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 12:33 pm, Tue, 4 February 25