TV9 Impact: ઔડાના મકાનમાં રાખવામાં આવેલા શ્રમિકો માટે પ્રશાસને તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરી તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા

|

Mar 28, 2020 | 4:22 AM

યુનુસ ગાઝી | TV9ના દમદાર અહેવાલની ફરી એક વખત અસર જોવા મળી. ઔડાના મકાનમાં રાખવામાં આવેલા શ્રમિકો માટે પ્રશાસને તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરી છે. રાતોરાત પોલીસની વાન, બસ તથા AMTS બસની સુવિધા ઉભી કરી શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા. મહત્વનું છે કે, લૉકડાઉનની પરિસ્થિતિ વચ્ચે હિજરત કરી રહેલા 3500થી 4000 જેટલા શ્રમિકોને પ્રશાસને બોડકદેવ સ્થિતિ ઔડાના […]

TV9 Impact: ઔડાના મકાનમાં રાખવામાં આવેલા શ્રમિકો માટે પ્રશાસને તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરી તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા

Follow us on

યુનુસ ગાઝી | TV9ના દમદાર અહેવાલની ફરી એક વખત અસર જોવા મળી. ઔડાના મકાનમાં રાખવામાં આવેલા શ્રમિકો માટે પ્રશાસને તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરી છે. રાતોરાત પોલીસની વાન, બસ તથા AMTS બસની સુવિધા ઉભી કરી શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા. મહત્વનું છે કે, લૉકડાઉનની પરિસ્થિતિ વચ્ચે હિજરત કરી રહેલા 3500થી 4000 જેટલા શ્રમિકોને પ્રશાસને બોડકદેવ સ્થિતિ ઔડાના મકાનમાં રાખ્યા હતા. સ્વાસ્થ્ય માટે જોખમ ઉભુ થાય તે રીતે અને સોશિયલ ડિસ્ટસિંગના ધજાગરા ઉડે તે રીતે કોઈ પણ સુવિધા આપ્યા વગર આ શ્રમિકોને ઔડાના મકાનમાં રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો 20 થયો, પોઝિટિવ કેસની સંખ્યા 830થી વધુ નોંધાઈ

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ટીવી નાઈન દ્વારા ગત રાત્રે આ અહેવાલ પ્રસારિત કરાયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. શ્રમિકોએ ભારે હલ્લાબોલ મચાવ્યો હતો અને તંત્રની કામગીરી સામે સવાલોની વણઝાર ઉઠાવી હતી. અહેવાલના પ્રસારણ બાદ મોડી રાતે પોલીસ વિભાગ તથા AMCની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. હાલ જે શ્રમિકો અમદાવાદ જિલ્લાના છે તેઓને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. તો જે શ્રમિકો પાડોશી રાજ્યાના તેમને ઔડાના મકાનમાં જ રાખવામાં આવ્યા છે અને પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડવામાં આવશે તેવી તંત્રએ ખાતરી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article