Rajkot: અસામાજિક તત્વોના આતંકથી રહીશો પરેશાન, મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ કર્યો

|

Dec 25, 2021 | 4:43 PM

રાજકોટના માધાપર ધાર વિસ્તારના સ્થાનિકોનો આરોપ છે કે ગઈકાલે અસામાજિક તત્વોએ મહિલાને માર માર્યો હતો. દારુના નશામાં છરી વડે હુમલો અને પથ્થરમારો પણ કર્યો હતો.

રાજકોટ (Rajkot) શહેરમાં અસમાજિક તત્વો બેફામ બન્યા છે. આ અસામાજિક તત્વો (Antisocial elements)ને કાયદાનો ડર ન હોય તેમ ખુલ્લેઆમ લોકો પર હુમલો કરી રહ્યા છે. રાજકોટના માધાપર ધાર વિસ્તારમાં આવી એક ઘટના બની છે. માધાપર ધારમાં અસમાજિક તત્વોનો આતંક વધ્યો હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે ગઈકાલે આ અસામાજિક તત્વો (Antisocial elements) એ મહિલાઓને માર માર્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને આ મામલે વિરોધ (Protest) દર્શાવ્યો હતો.

 

સ્થાનિકોનો આરોપ

રાજકોટના માધાપર ધાર વિસ્તારના સ્થાનિકોનો આરોપ છે કે ગઈકાલે અસામાજિક તત્વોએ મહિલાને માર માર્યો હતો. દારુના નશામાં છરી વડે હુમલો અને પથ્થરમારો પણ કર્યો હતો. એટલુ જ નહીં પોલીસ પણ અસામાજિક તત્વોની સામે કાર્યવાહી ન કરતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે.

 

પીડિત મહિલાનો આરોપ

જેને માર માર્યો હતો તે પીડિત મહિલાએ મીડિયાને જણાવ્યુ હતુ કે અસામાજિક તત્વો અનેક લોકો પર હુમલો કરે છે, મારી પર આ બીજી વાર હુમલો કરતા મે પોલીસમાં કેસ કર્યો છે. જોકે પોલીસ કર્મીઓ તેને તરત જ મુક્ત કરી દે છે. પીડિત મહિલાએ જણાવ્યુ કે હુમલો કરનારનું નામ લાલો છે અને તેની સાથે અન્ય ચાર વ્યક્તિ પણ આરોપી છે. જો કે તે કોણ છે તેની મને જાણ નથી, જો કે એ તેના પરિવારજનો છે, એ લોકોનું કામ દારુ પીવાનું, પીવડાવવાનું અને વેચવાનું છે.

 

 

આ પણ વાંચોઃ India-South Africa Relations: કોરોના સંકટ હોવા છતાં 2021માં દક્ષિણ આફ્રિકા સાથેના સંબંધો થયા મજબૂત, ભારતે સતત કરી મદદ

 

આ પણ વાંચોઃ હુતી વિદ્રોહીઓએ ફરી એકવાર સાઉદી અરેબિયા પર કર્યો હુમલો, જીઝાન શહેર પર છોડવામાં આવી મિસાઈલ, બે નાગરિકોના મોત

Next Video