ધોરાજી પંથકના ખેડૂતોને એક સાંધે ત્યાં તેર તુટે એવી સ્થિતિ, રવિ પાક નિષ્ફળ થવાની ભીતિ

|

Jan 24, 2021 | 4:51 PM

Dhoraji  પંથકના ખેડૂતોને એક સાંધે ત્યાં તેર તુટે એવી સ્થિતિ છે. ખેડૂતોએ રવિ પાકમાં ધાણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું એક વીઘા દીઠ ૧૦ થી ૧૨ હજાર નો ખર્ચ કરી નાખ્યો છે.

ધોરાજી પંથકના ખેડૂતોને એક સાંધે ત્યાં તેર તુટે એવી સ્થિતિ, રવિ પાક નિષ્ફળ થવાની ભીતિ
Dhoraji Ravi crops

Follow us on

Dhoraji  પંથકના ખેડૂતોને એક સાંધે ત્યાં તેર તુટે એવી સ્થિતિ છે. ગયા વર્ષે લોકડાઉન અને બાદમાં કમોસમી વરસાદ અને અંતે મગફળી અને કપાસના પાક પર અતિવૃષ્ટિ અને વાવાઝોડા જેવા વિધ્નો વચ્ચે આવ્યા છે જેને લઈને ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળીયો છીનવાઇ ગયો હતો અને ખેડૂતો ચિંતિત બન્યા છે.  ખેડૂતોને રવિ પાકના સારા ઉત્પાદનની આશા હતી કે ધાણાનું સારું ઉત્પાદન થશે અને સારા ભાવ મળશે જેથી ખેડૂતો(Farmers)ની આર્થિક સ્થિતિ પણ સુધરશે પરંતુ ધાણાના પાક પર વારંવાર ધુમ્મસ પાડવાને કારણે ધાણામાં રાતળ અને ધાણાના ઉભા પાક પર ધુમ્મસને કારણે ધાણાના ફૂલમાં ભેજ આવી ગયો  છે. જેથી પાકમાં ફૂગ જન્ય રોગ પણ આવી ગયા છે. એક તરફ જોતા એવું લાગે કે ધાણાનું  મબલખ ઉત્પાદન થશે પરંતુ ફૂગ જન્ય રોગને કારણે ધાણાના પાંદડા રાતા પડી ગયા છે અને છોડ સુકાવા લાગ્યા છે જેને લઈને  ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

ધાણામાં રતાડનો રોગ

ખેડૂતોએ રવિ પાકમાં ધાણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું એક વીઘા દીઠ ૧૦ થી ૧૨ હજાર નો ખર્ચ કરી નાખ્યો છે. જી એસ ટી ચૂકવી ને ખેડૂતો એ બિયારણ જંતુનાશક દવા અને ખાતર ખરીદી કરી અને ખેતી માં ઉપયોગ કર્યો પરંતુ વાતાવરણમાં આવતા ફેર પલટાના કારણે અને દર રોજ ધુમ્મસ આવતી હોવાને કારણેઆ વર્ષે ધાણાના પાકમાં ઉત્પાદન માત્ર પચાસ ટકા થશે તેવી શંકાઓ સેવી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

Next Article