Tiger In Gujarat : ગુજરાતના જંગલમાં મળ્યા વાઘની હાજરીના પુરાવા, વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો, જુઓ તેનો શાનદાર Video

ગુજરાતમાં ફરી એક વાર વાઘની હાજરીના પુરાવા મળ્યા છે. રતનમહાલના જંગલમાં વાઘની હાજરીના પુરાવા મળી આવ્યા છે. જંગલમાં લાગેલા વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો છે. ગુજરાતમાં વાઘ લુપ્ત થયાના ઘણા વર્ષો પછી ફરી જંગલમાં તે ફરી દેખવા મળ્યો છે. જેને લઇને વન વિભાગ સહિત ગુજરાતના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tiger In Gujarat : ગુજરાતના જંગલમાં મળ્યા વાઘની હાજરીના પુરાવા, વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો, જુઓ તેનો શાનદાર Video
| Edited By: | Updated on: Nov 19, 2025 | 12:07 PM

ગુજરાતમાં ફરી એક વાર વાઘની હાજરીના પુરાવા મળ્યા છે. રતનમહાલના જંગલમાં વાઘની હાજરીના પુરાવા મળી આવ્યા છે. જંગલમાં લાગેલા વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો છે. ગુજરાતમાં વાઘ લુપ્ત થયાના ઘણા વર્ષો પછી ફરી જંગલમાં તે ફરી દેખવા મળ્યો છે. જેને લઇને વન વિભાગ સહિત ગુજરાતના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ માહિતી આપી છે કે ગઈકાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં રતનમહાલના જંગલમાં વનવિભાગ દ્વારા સ્થાપિત કેમેરા ટ્રેપમાં વાઘ જોવા મળ્યો છે.

ગુજરાતમાં ઘણા મહિનાથી અહીં રહી રહ્યો છે વાઘ

મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યુ કે વર્ષો પહેલા ગુજરાતમાં વાઘ ખૂબ સારી સંખ્યામાં વસવાટ કરતા હતા.જો કે સમય જતા અને ગુજરાતની પ્રાકૃતિક સંરચના બદલાતા તે વિલુપ્ત થઇ ગયા. જો કે હવે ફોરેસ્ટ વિભાગે બાયોડાયવર્સિટી જાળવી રાખવા માટે પ્રયાસો કર્યા છે. જેના કારણે વાઘ બીજા મહિનાથી સતત રતનમહાલના જંગલમાં ફરી રહ્યા છે. વન વિભાગ તેનું મોનિટરિંગ કરી રહ્યુ છે. વન વિભાગે પ્રાકૃતિક બાયોડાયવર્સિટી જળવાઇ રહે તેના પ્રયાસ સતત કરી રહ્યુ છે. જેના પરિણામે વાઘ ઘણા લાંબા સમયથી ગુજરાતમાં વસવાટ કરી રહ્યો છે. હવે આવનારા સમયમાં પણ આ વાઘ અહીં જ રહે, તેમજ ગુજરાતમાં વાઘની સંખ્યા વઘે તે માટે ગુજરાત સરકાર તરફથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રતનમહાલને કુદરતી બાયોડાઇવર્સિટી ઝોન તરીકે વિકસાવવામાં આવ્યું હતું, અને વન વિભાગ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વાઘની સંખ્યા વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. આ સફળતાને નિષ્ણાતો ગુજરાતમાં વાઘોના પ્રાકૃતિક પુનઃપ્રવેશ તરફ એક મહત્વપૂર્ણ પગલું માની રહ્યા છે. લાંબા સમય બાદ ગુજરાતમાં વાઘની હાજરીના પુરાવા મળતા રાજ્યભરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ગુજરાત હવે એક એવુ રાજ્ય બન્યુ છે કે જ્યાં સિંહ અને દીપડો અને વાઘ જેવા વન્ય જીવ એક સાથે વસી રહ્યા છે. સામાન્ય રીતે એવુ શક્ય હોતુ નથી. જો કે વન વિભાગના પ્રયાસોથી હવે ગુજરાતમાં વિલુપ્ત થઇ ગયેલ વાઘ ફરીથી જોવા મળી રહ્યો છે. બીજા મહિનાથી આ વાઘ અહીં વસેલો હોવાથી હવે તેને અહીંની પ્રાકૃતિક સ્થિતિ અનુકુળ આવી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. હાલ ગુજરાતમાં એક જ વાઘ છે.જો કે  આગામી સમયમાં વાઘની સંખ્યા ગુજરાતમાં વધે તેવી આશા રાખવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:34 am, Wed, 19 November 25