Breaking News: ભર ઊનાળે વીજળીના કડાકા ભડાકા સાથે થશે ‘વરસાદ’, હવામાન વિભાગની આગાહી

ગુજરતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

Breaking News: ભર ઊનાળે વીજળીના કડાકા ભડાકા સાથે થશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
| Updated on: Apr 30, 2025 | 2:43 PM

ગુજરતમાં કાળઝાળ ગરમીએ લોકોને ખુબ હેરાન કર્યા છે અને એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જેવા વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જો કે, આ તીવ્ર ગરમી વચ્ચે હવામાન વિભાગે માવઠાંની પણ આગાહી કરી છે.

જણાવી દઈએ કે, 3થી 6 મે વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ત્રીજી મેએ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડે તેવી શક્યતા આપવામાં આવી છે. બીજી બાજુ 4 મેએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે તેવા સમાચાર બહાર આવ્યા છે. આ ઉપરાંત પાંચમી અને છઠ્ઠી મેએ પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.

આ માવઠાથી હવામાનમાં થોડીક ઠંડક રહેશે અને ગરમીનો બાફ પણ ઓછો થશે તેવી શક્યતા છે.  ખેડૂતોએ પણ આવા માવઠાથી પાકને નુકસાન ન થાય તે માટેની તકેદારી રાખવી પડશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:23 pm, Wed, 30 April 25