
આ પુસ્તકનું 29મું ચેપ્ટર ગાયબ હતું. તેના બદલે, પ્રકાશક દ્વારા એક નોંધ લખવામાં આવી હતી કે લેખકે પુસ્તક પ્રકાશિત થાય તે પહેલાં જ મૂળ નકલમાંથી આ પ્રકરણ કાઢી નાખ્યું હતું. મથાઈ અને ઈન્દિરા વિશે ઈન્ટરનેટ પર ઘણી બધી વાતો વાયરલ થઈ હતી. ઘણી જગ્યાએ, મથાઈના ખોવાયેલા પ્રકરણને કથિત રીતે પાછું મેળવવાના દાવા કરવામાં આવ્યા હતા. . હાલમાં જ બહાર પડેલા તેમના પુસ્તક “ઈન્દિરાઃ ઈન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટર”માં ઈન્ટરનેટ પર આ પ્રકારના દાવાઓનો ઉલ્લેખ કર્યો છે. મથાઈ એક જગ્યાએ લખે છે કે ઈન્દિરા અને તેમણે એકબીજાને ડાકુનું નામ આપ્યું હતું. ઈન્દિરા તેમને ખાનગીમાં ‘ભૂપત’ કહીને બોલાવતા. ભૂપત એટલે ભૂપતસિંહ ડાકું. કાઠિયાવાડ, ગુજરાતનો કુખ્યાત ડાકુ જે તેની રોબિનહૂડ ઈમેજને કારણે લોકવાયકાનો એક ભાગ બન્યો. ઘણી બાબતોમાં આ વિદ્રોહીની કહાની પાન સિંહ તોમર જેવી જ છે. વાર્તા 1939માં શરૂ થાય છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડના મૃત્યુ પછી, તેમના પૌત્ર પ્રતાપ સિંહ રાવ ગાયકવાડ વડોદરાની ગાદીએ બેઠા. પ્રતાપ સિંહ નવા જમાનાના હતા અને તેમની રીતો તેમના દાદા...
Published On - 9:56 pm, Tue, 21 May 24