રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં કર્યા મોટાપાયે ફેરફાર, 26 IAS અધિકારીઓની બદલી

|

Dec 12, 2019 | 5:19 PM

રાજ્ય સરકારે મોડી સાંજે વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરીને 26 IAS અધિકારીઓની બદલી કરી છે. જેમાં સચિવ કક્ષાના સિનિયર અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. વાહન વ્યવહાર વિભાગમાંથી સુનેના તોમરને ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગમાં બદલી કરાઈ છે. ગ્રામ-વિકાસ કમિશનર એસ.જે હૈદરની GSRTCના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે બદલી કરાઈ છે. મનોજ અગ્રવાલની એસ.જે હૈદરના […]

રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં કર્યા મોટાપાયે ફેરફાર, 26 IAS અધિકારીઓની બદલી

Follow us on

રાજ્ય સરકારે મોડી સાંજે વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરીને 26 IAS અધિકારીઓની બદલી કરી છે. જેમાં સચિવ કક્ષાના સિનિયર અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. વાહન વ્યવહાર વિભાગમાંથી સુનેના તોમરને ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગમાં બદલી કરાઈ છે. ગ્રામ-વિકાસ કમિશનર એસ.જે હૈદરની GSRTCના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે બદલી કરાઈ છે. મનોજ અગ્રવાલની એસ.જે હૈદરના સ્થાને નિમણૂક કરાઈ છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચોઃ એર-ઈન્ડિયાની 100 ટકા ભાગીદારીનું સરકાર કરશે વેચાણ, કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહે કરી જાહેરાત

GSRTCમાંથી સોનલ મિશ્રાને નર્મદા વોટર રિસોર્સ, સપ્લાઈ અને એન્ડ કલ્પસર વિભાગમાં બદલી કરાઈ છે. આંણદના કલેક્ટર દિલીપ રાણાની ટ્રાઈબલ ડેવલપમેન્ટ વિભાગના કમિશનર તરીકે બદલી કરાઈ છે. કચ્છ-ભૂજના કલેકટર નાગરાજ.એમની ઉચ્ચ વિભાગમાં બદલી કરાઈ છે. રજનીથ કુમારની ટ્રાઈબલ વિભાગના કમિશનર પદેથી નાના અને મધ્યમ ઉદ્યોગ વિભાગના કમિશનર તરીકે નિમણૂક અપાઈ છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સાબરકાંઠાના કલેક્ટર પ્રવીણા ડી.કેની કચ્છ-ભૂજ કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. નવસારીના ડીડીઓ આર.જી ગોહિલની આણંદના કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. સી.જે પટેલની શ્રમ વિભાગમાંથી સાબરકાંઠાના કલેકટર તરીકે બદલી કરાઈ છે. અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી સી.એમ પાડલીયાની સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગમાં બદલી કરાઈ છે. ખેડા-નડીયાદના ડીડીઓ ગાર્ગી જૈનની મહિલા અને બાળ વિકાસમાં બદલી થઈ છે. ડી.એસ ગઢવીની ખેડા નડીયાદના ડીડીઓ તરીકે બદલી કરાઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 4:48 pm, Thu, 12 December 19

Next Article