
સ્કંદ પુરાણમાં વર્ણન મળે છે કે સોમનાથ મંદિરનું નિર્માણ અલગ-અલગ યુગોમાં અલગ-અલગ સામગ્રીથી થયું હતું. સતયુગમાં ચંદ્રદેવે તેને સોનાનું બનાવ્યું હતું, ત્રેતાયુગમાં રાવણે ચાંદીથી તેનું પુનઃનિર્માણ કરાવ્યું, અને દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણે ચંદનના લાકડામાંથી આ મંદિરને ભવ્યતા આપી હતી. ત્યારબાદ સોલંકી રાજા ભીમદેવે તેનું પથ્થરોથી નિર્માણ કરાવ્યું હતું. ઇતિહાસકારો અને પ્રાચીન ગ્રંથો મુજબ, તે સમયે શિવલિંગ ‘અંગુષ્ઠ પ્રમાણ’ એટલે કે અત્યારના શિવલિંગ કરતા કદમાં નાનું હતું અને તેને કોઈ પણ પ્રકારનો ઉપર કે નીચેથી ટેકો કે આધાર નહોતો, જેના કારણે તેને ‘લેવિટેટિંગ શિવલિંગા’ કહેવામાં આવતું હતું. આ શિવલિંગને 1026 A.D.માં મહમુદ ગઝનવીના હુમલામાં આ તોડી પાડવામાં આવ્યુ. આ શિવલિંગના હવામાં સ્થિર હોવા પાછળ આદ્યાત્મિક કારણ પણ રહેલુ છે તો સાથોસાથ વિજ્ઞાન પણ છે. એવુ માનવામાં આવે છે કે શિવલિંગનો આધાર કોઈ ભૌતિક તત્ત્વ ન હોઈ શકે. શિવ શૂન્ય, શુદ્ધ, ચેતના અને તમામ તત્વોથી પરે છે. શિવ ભૌતિક સંસારની સીમાઓથી પરે, અનંત અને અસીમ છે. સોમનાથ મંદિરના હવામાં તરતા જ્યોતિર્લિંગ ને સાબિત કરવા...
Published On - 9:55 pm, Mon, 11 May 26