સરકાર એક્શનમાં: દાહોદના 1630 ખેડૂતોએ યોજનામાં લીધેલ લાભના આટલા કરોડ રૂપિયા સરકાર પાછા લઇ લેશે, જાણો કેમ

|

Oct 08, 2021 | 12:33 PM

દાહોદમાં દર ચાર મહીને ચાર લાખ ખેડૂતોના ખાતામાં કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત પૈસા આવે છે. પરંતુ જેમાં અમુક ખેડૂતો છે જેઓ નિયમ પ્રમાણે લાભ લેવા પાત્ર નથી. આવા ખેડૂતોની સંખ્યા 1630 છે.

સરકાર એક્શનમાં: દાહોદના 1630 ખેડૂતોએ યોજનામાં લીધેલ લાભના આટલા કરોડ રૂપિયા સરકાર પાછા લઇ લેશે, જાણો કેમ
Farmers (File Photo)

Follow us on

કેન્દ્ર સરકારની ખેડૂતોને લક્ષી એક યોજના ચાલી રહી છે. કિસાન સન્માન નિધિ યોજના, આ યોજનામાં દર વર્ષે દર ચાર મહીને ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા જમા કરાવવામાં આવે છે. દેશભરમાં અનેક ખેડૂતોને આનો લાભ મળે છે. પરંતુ આ યોજનાના કેટલાક નિયમો પણ છે. જે અંતર્ગર્ત ટેક્સ પેયર ખેડૂતોને આનો લાભ મળવા પાત્ર નથી.

સરકાર દ્વારા આ બાબતે ધ્યાન રાખવામાં આવે છે. તેમજ ચકાસણી પણ કરવામાં આવે છે. સરકાર દ્વારા નિરીક્ષણ કરતાં આ યોજનામાં ટેક્સપેયર ખેડુત પણ જોડાયેલા હોવાનું સામે આવ્યુ હતું. જેમાં દાહોદ જિલ્લાના આંકડા સામે આવ્યા છે. દાહોદ જિલ્લામાં આવા 1630 ખેડૂતો છે. જેઓ ટેક્સ પેયર છે અને યોજનાનો લાભ મેળવી રહ્યા છે.

દાહોદમાં દર ચાર મહીને ચાર લાખ ખેડૂતોના ખાતામાં આ પૈસા આવે છે. પરંતુ જેમાં અમુક ખેડૂતો છે જેઓ નિયમ પ્રમાણે લાભ લેવા પાત્ર નથી. આવા ખેડૂતોની સંખ્યા 1630 છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ટેક્સ પે કરતાં હોય તેમ છતાં યોજનાનો લાભ લેતા હોય તેવા ખેડૂતો પાસેથી પૈસા રીકવર કરવાનો હુકમ સરકારે આપ્યો છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં 2 હજારના નવ હપ્તા નાખવામાં આવ્યા છે. ત્યારે અમુક ખેડૂતો પાસેથી પૈસા રીકવર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટેક્સપેયર ખેડુતો પાસેથી સહાયના 2,93,40,000 રૂપિયાની રીકવરી કરવાની કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો છે. સરકારે સંબંધિત બેંકને આ કામ સોંપ્યું છે. જે તે બેન્કે ખેડૂતના ખાતામાંથી પૈસા સરકારના ખાતામાં ટ્રાન્સફર કરવાના રહેશે.

આ યોજનામાં સામે આવ્યું છે કે દાહોદ અને ઝાલોદના 800 ખેડુતો ટેક્સ પેયર છે. તેમજ 1191 ખેડૂત ખાતેદારો ન હોવા છતાં યોજનામાં રૂા.2 હજારનો પ્રથમ હપ્તો ઉપાડીને રોકડી કરી લીધી હતી. દાહોદ જિલ્લામાં વર્ષ 2020માં પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 23.82 લાખ રૂપિયાનું કૌભાંડ પણ આચરાયું હતું.

 

આ પણ વાંચો: પહેલા નોરતે નાની બહેનનું અવસાન, સામે માતાજીની માંડવી સજાવવાની જવાબદારી, આ બે ભાઈઓની વાત તમને રડાવી દેશે

આ પણ વાંચો: બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત: બે ટ્રક વચ્ચે રિક્ષા ચગદાઇ, ત્રણ લોકો જીવતા ભડથું થયા હોવાની આશંકા

Next Article