Junagadh: બિસ્માર રસ્તાને લઈને વંથલીના ખેડૂતોએ ઉગ્ર આંદોલનની આપી ચીમકી

|

Nov 19, 2021 | 8:02 PM

ખેડૂતોનો આરોપ છે કે વંથલી તાલુકાના ખોરાસા ચીત્રી ગામને જોડતો રસ્તો ઘણા સમયથી બિસ્માર છે. જેને લઈ લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે. જેથી ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી.

જૂનાગઢ (Junagadh)ના વંથલીમાં બિસ્માર રસ્તાને લઈ ખેડૂતો ત્રસ્ત થઈ ગયા છે. તાત્કાલિક કેશોદ (Keshod) તાલુકાના ગામોને જોડતો બિસ્માર રસ્તો બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન (Protest) કરવાની ચીમકી આપી છે. અનેક રજુઆત છતા રસ્તાનું સમારકામ (Road repairs) ન થતુ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

 

ખેડૂતોને હાલાકી

ખેડૂતોનો આરોપ છે કે વંથલી તાલુકાના ખોરાસા ચીત્રી ગામને જોડતો રસ્તો ઘણા સમયથી બિસ્માર છે. જેને લઇ લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે. જેથી ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી અને બિસમાર રસ્તો તાત્કાલિક બનાવવા માંગ કરી.

 

ખેડૂતોનો આક્ષેપ

ખેડૂતોનો આક્ષેપ છે કે ”સરકારે સાબરી ડેમ બનાવ્યો પણ આવવા જવા રસ્તો બનાવ્યો નથી. જે રસ્તો છે તે ખૂબ જ બિસ્માર છે.” બિસ્માર રસ્તાને લઈને ખોરાસા અને ચિતરી ગામના ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેથી આ ગામના સરપંચોએ ગ્રામપંચાયતના લેટર પેડ પર રજુઆત લખીને કલેક્ટરને તાત્કાલિક રસ્તો સુધારવાની માગ કરી હતી અને જો રસ્તો તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી.

 

આ પણ વાંચોઃ  Tennis Star પેંગ શુઆઈ બે અઠવાડિયાથી ગુમ, ચીનના ટોચના નેતા પર જાતીય શોષણનો આરોપ, ચીની સરકાર ચૂપ

 

આ પણ વાંચોઃ Tim Paine: ટિમ પેનની ગંદી હરકત જાહેર થવા બાદ પણ ઓસ્ટ્રેલિયામાંથી મળી રહ્યુ છે સમર્થન! યુવતીને અશ્લીલ તસ્વીરો અને ગંદા મેસેજ મોકલ્યા હતા

 

Next Video