Rajkot: વર્ષોથી તૂટેલી હાલતમાં કોઝ-વે, ધોધમાર વરસાદમાં જીવના જોખમે પસાર થાય છે લોકો, જુઓ Video
The causeway in Rajkot has been damaged for years and locals have to suffer during the monsoon

Follow us on

Rajkot: વર્ષોથી તૂટેલી હાલતમાં કોઝ-વે, ધોધમાર વરસાદમાં જીવના જોખમે પસાર થાય છે લોકો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 15, 2021 | 7:09 PM

Rajkot: નાનામૌવા વિસ્તારમાં આવેલો કોઝ-વે વર્ષોથી તૂટેલી હાલતમાં છે. સાથે આવા વરસાદમાં લોકોને ત્યાંથી પસાર થવા માટે ભારે જોખમ ખેડવું પડે છે.

રાજકોટના નાનામૌવા વિસ્તારમાં આવેલો કોઝ-વે વર્ષોથી તૂટેલી હાલતમાં છે. તેવી સ્થિતિમાં જ્યારે ચોમાસામાં તેમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે ત્યારે તો તેની હાલત વધારે ખરાબ થઈ જાય છે. આંબેડકરનગરને જોડતો આ બ્રિજ છેલ્લા 8 વર્ષથી તૂટેલી હાલતમાં છે. આટલા વર્ષોથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આટલી હાલાકી હોવા છતાં તંત્રએ તેનું સમારકામ કરવાની કામગીરી નથી કરી.

જાહેર છે કે આ વર્ષે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં કહેર વરસાવ્યો છે. આવી સ્થિતિમાં ખુબ પાણી ભરાયા છે. રાજકોટમાં પણ ઘણી જગ્યાએથી પાણી ભરાયાની ફરિયાદ આવી છે. તેવામાં નાનામૌવા વિસ્તારમાં આવેલો કોઝ-વેને લઈને સ્થાનિકો વધુ હાલાકી ભોગવી રહ્યા છે. કેમ કે તેમનું કહેવું છે કે આ કોઝ-વે વર્ષોથી તૂટેલી હાલતમાં છે. અને સ્થાનિકો તેના સમારકામની રાહ જોઇને બેઠા છે. વરસાદી ઋતુમાં આ કોઝ-વે ઉપરથી પસાર થવામાં લોકોને અત્યંત મુશ્કેલી પડે છે ત્યારે તંત્રએ વહેલી તકે કોઝ-વેને રિપેર કરાવવો જોઈએ.

દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે આ કોઝ-વેથી પસાર થવું એટલે જીવને જોખમમાં મુકવા જેવું છે. પરંતુ લોકોનું દુર્ભાગ્ય છે કે વર્ષો છતાં આ માર્ગની હાલત ખારબ છે અને તેમને હાલકી ભોગવવી પડી રહી છે.

 

 

આ પણ વાંચો: Gir Somnath: કુદરતની કેવી કળા? એક તરફ તારાજી તો બીજી તરફ અહ્લાદક બન્યો જમજીર ધોધ, જુઓ Video

આ પણ વાંચો: Junagadh: ભારે વરસાદથી ઘેડના ખેતરો બન્યા નદી સમા, જગતના તાતે સર્વે કરીને સહાય આપવાની સરકારને માંગ