Gir Somnath: કુદરતની કેવી કળા? એક તરફ તારાજી તો બીજી તરફ અહ્લાદક બન્યો જમજીર ધોધ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 6:45 PM

એક તરફ સૌરાષ્ટના કેટલાક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે ત્યારે કુદરતે ગીરના જમજીરના ધોધનો અદ્દભુત આકાશી નજારો બતાવ્યો છે. આ નજારો પ્રવાસના શોખીન લોકોને ગીરની ગોદમાં આવવા આકર્ષી રહ્યો છે.

એક તરફ કુદરત પ્રકોપ બતાવી રહી હોય એવું લાગી રહ્યું છે. તો બીજી તરફ કુદરત સોળે કળાએ ખીલી પણ રહી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ઘરકાવ થયા છે. ઘણી નદીઓમાં પાણી ઉભરાયા છે. તો ઘણા ડેમના પાણી છલકાયા પણ છે.

આ વચ્ચે ગીરના જમજીરના ધોધનો આકાશી નજારો અદ્દભુત લાગી રહ્યો છે. આ નજારો પ્રવાસના શોખીન લોકોને ગીરની ગોદમાં આવવા આકર્ષી રહ્યો છે. ભારે વરસાદના લીધે જમજીર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ગીર જંગલમાંથી આવતો ધસમસતો નદીનો પ્રવાહ જાણે જમજીર ધોધ ઉપરથી 30 મીટર નીચે પડીને ગિરના ડાલામથ્થા સિંહ જેવી ડણક સંભળાવવાનો પ્રયત્ન કરતો હોય તેવી પ્રતીતિ થાય છે.

ત્યારે ગીરમાં છુપાયેલા ખજાના જેવો જમજીર ધોધ આટલો આકર્ષક નજારા સાચવતો હોવા છતાં પણ યોગ્ય માત્રામાં ટુરીઝમ નથી મેળવી શક્યો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અહીં સુરક્ષા અને સુવિધાઓ વધારવામાં આવે તો ગીરના જમજીરનો ધોધ આખા દેશની અંદર આકર્ષક ટુરીઝમ પોઇન્ટ તરીકે વિકસી શકે એમ છે.

જાહેર છે કે ફરવા માટે ગાંડી ગણાતી ગુજરાતની જણાતામાં આ ધોધ એટલો પ્રખ્યાત નથી. કદાચ રાજ્ય સરકાર દ્વારા થોડી સુવિધા અને સુરક્ષાની ભેટ આ વિસ્તારને આપવામાં આવે તો ટૂંક સમયમાં લોકપ્રિય સ્થળ બની શકે તેમ છે.

 

આ પણ વાંચો: Junagadh: ભારે વરસાદથી ઘેડના ખેતરો બન્યા નદી સમા, જગતના તાતે સર્વે કરીને સહાય આપવાની સરકારને માંગ

આ પણ વાંચો: JAMNAGAR : અતિભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસર્યા, ઠેરઠેર નજરે ચડયા તારાજીના દ્રશ્યો

g clip-path="url(#clip0_868_265)">