સરકારી નોકરીની ભરતી માટે મોટી જાહેરાત: રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉંમરમાં છૂટછાટ, જાણો સમગ્ર વિગત

સરકારી નોકરીની ભરતી માટે મોટી જાહેરાત: રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉંમરમાં છૂટછાટ, જાણો સમગ્ર વિગત

| Edited By: | Updated on: Oct 13, 2021 | 5:22 PM

રાજ્યમાં સરકારી નોકરીની ભરતી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષા માટે 1 વર્ષની વયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

રાજ્યમાં સરકારી નોકરીની ભરતી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષા માટે 1 વર્ષની વયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ સીધી ભરતીમાં પણ 1 વર્ષની વયમર્યાદાનો વધારો કરવામાં આવ્યો છે. જાહેરાત અનુસાર 1 સપ્ટેમ્બર 2021થી 31 ઓગસ્ટ 2022 સુધી આવનારી ભરતીમાં એક વર્ષની છૂટ મળશે.

આ પ્રમાણે તમને જણાવી દઈએ કે બિન અનામત વર્ગના પુરુષો માટે વયમર્યાદા વધારીને 33 થી 34 કરાઈ છે. જ્યારે SC, ST, OBC અને આર્થિક રીતે નબળા પુરુષો માટે વયમર્યાદા વધારી 41 વર્ષ કરાઈ છે. તો સ્નાતક કક્ષાએ બિન અનામત વર્ગની વય મર્યાદા 35 વર્ષથી વધારી 36 વર્ષ કરવામાં આવી છે. ત્યારે અનામત ધરાવતા પુરુષો  માટે સ્નાતકથી ઓછી લાયકાતની ભરતીમાં વયમર્યાદા એક વર્ષ વધારીને 39 વર્ષ કરવામાં આવી છે. ત્યારે બિનસ્નાતકની ભરતીમાં બિનઅનામત મહિલા ઉમેદવારો માટે 38 વર્ષથી વયમર્યાદા વધારીને 39 વર્ષ કરવામાં આવી છે. તો બિનઅનામત મહિલા ઉમેદવારો માટે સ્નાતક કે સમક્ષની ભરતીમાં વયમર્યાદા 40 વર્ષથી વધારીને 41 વર્ષ કરવામાં આવી.

તો અનામત કેટેગરીની મહિલા માટે પણ બિનસ્નાતક ભરતીની વયમર્યાદા 44 વર્ષ કરાઈ છે. આવા કિસ્સામાં અનામત કેટેગરીની મહિલાઓ માટે સ્નાતક કે સમકક્ષમાં વયમર્યાદા 45 જ રાખવામાં આવી છે. આ ફેરફાર છતાં વયમર્યાદા 45 વર્ષથી વધુ નહીં થાય.

ટેટની પરીક્ષામાં પણ સમય મર્યાદા વધારો કરાયો છે. આ પ્રમાણે 3300 શિક્ષકોની ભરતીઓમાં ઉમેદવારોને લાભ મળશે તેવું સરકારનું કહેવું છે.

 

આ પણ વાંચો: આજે પવિત્ર દુર્ગાષ્ટમીનો વિશેષ દિવસ, અંબાજી ખાતે દાંતાના રાજવી પરિવારે કરી મા અંબાની આરતી

આ પણ વાંચો: પતિની હત્યા કરનાર મહિલાની તરફેણમાં હાઇકોર્ટનો ચુકાદો, ચપ્પુના 32 ઘા મારીને કરી હતી હત્યા

Published on: Oct 13, 2021 05:08 PM