Vadodara: શિક્ષક દંપતીની અનોખી પહેલ, 20 વર્ષથી શાળામાં જ શાકભાજી ઉગાડી વિદ્યાર્થીઓને ખવડાવે છે

|

Jan 03, 2022 | 7:58 PM

વડોદરાના ડભોઇ તાલુકાની વાયદપુરા પ્રાથમિક શાળામાં પોષક આહારના પ્રયોગને પૂરાં વીસ વર્ષ થયા છે. વાયદપુરા પ્રાથમિક શાળામાંજ બનાવેલી વાડીમાં શાકભાજી ઉછેરીને બાળકોને અંદાજે રૂ.૩.૩૦ લાખથી વધુ કિંમતની લીલી અને તાજી શાકભાજી ખવડાવવામાં આવી છે.

Vadodara: શિક્ષક દંપતીની અનોખી પહેલ, 20 વર્ષથી શાળામાં જ શાકભાજી ઉગાડી વિદ્યાર્થીઓને ખવડાવે છે
શિક્ષક દંપતીનો અનોખો પ્રયોગ

Follow us on

વડોદરા (Vadodara)ના ડભોઇ તાલુકાના વાયદપૂરા ગામની સરકારી પ્રાથમિક શાળા (primary school)માં યુવા શિક્ષક દંપતી (Young teacher couple) નરેન્દ્રભાઇ અને સુષ્માબહેને ઘણા વર્ષા પહેલા શાળા પાસે ઉપલબ્ધ જગ્યામાં શાકભાજી (Vegetables) ઉછેરીને નવી પહેલ શરુ કરી હતી. આ શિક્ષક દંપતીએ વિવિધ પ્રકારના મોસમી શાકભાજીથી બાળ ભોજનને વધુ પૌષ્ટિક બનાવવાનો દિશાદર્શક પ્રયોગ શરૂ કર્યો હતો. આ પ્રયોગને વીસ વર્ષ પૂરાં થઈ ગયા છે. જો કે આ શિક્ષક દંપતીએ સૌના સહયોગથી બાળ પોષણ (Child nutrition)નું અનોખું અભિયાન સતત ચાલુ રાખ્યું છે.

શાળાના શિક્ષકોએ આપ્યો સહયોગ

કોરોના કાળમાં જ્યારે બાળકો શાળામાં આવતા ન હતાં ત્યારે પણ ઉછેરેલા શાકભાજી બાળકોના ઘરે પહોંચાડીને શિક્ષક દંપતીએ આ અભિયાનને આગળ ધપાવ્યું છે. શાળામાં જે નવા શિક્ષકો આવ્યા છે તે શિક્ષકો પણ આ પ્રયોગમાં સહયોગ આપી રહ્યા છે.

બે દાયકા પહેલાના સમયને યાદ કરતાં નરેન્દ્રભાઇએ જણાવ્યુ કે, વર્ષો પહેલા શાળા પાસે જગ્યા હતી અને મને બાળકોની મદદથી ચોમાસાં શિયાળામાં શાકભાજી ઉછેરી બાળ ભોજનમાં તેનો ઉપયોગ કરવાનો વિચાર સૂઝ્યો. ત્યારે પાણીની ખાસ સુવિધા અમારી પાસે ન હતી. છતાં આ વિચાર અમલમાં મૂક્યો. આજે તો વાડીનું રક્ષણ થાય તેવી વાડ ફરતે દીવાલ છે. દાતાઓના સહયોગથી પાણીના બોરની વ્યવસ્થા થઈ છે. ગામલોકો પોતાના ટ્રેકટરની મદદથી જમીન ખેડી આપે છે,બિયારણ મેળવવામાં મદદરૂપ બને છે. શાકભાજી વત્તા ઓછા પ્રમાણમાં લગભગ બારેમાસ ઉછેરીએ છે. હું આ પ્રયોગની સફળતામાં યોગદાન આપનારા મારા અન્ય શિક્ષક મિત્રો,દાતાઓ અને ગ્રામજનો સૌનો દિલથી આભાર માનું છું.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

શાળાની વાડીમાં લીલી શાકભાજી વાવી

શાળાની વાડીમાં ઋતુ પ્રમાણે પાલક, મેથી, મૂળા, ગાજર, બીટ, ધાણા ,લસણ, મરચાં, રીંગણ, ટામેટાં, દૂધી, ગલકા, તુવેર, પાપડી, ફલાવર, કોબીજ, લીલી ડુંગળી સહિતના શાકભાજી ઊછેરવામાં આવે છે. બાળકોમાં મોટેભાગે શાકભાજી ખાવાની બાબતમાં અરુચિ ધરાવે છે તેથી તેઓ શાકભાજી ઉમેરીને દાળ ,મુઠીયા જેવી અનોખી વાનગીઓ બનાવે છે જે બાળકો હોંશે હોંશે ખાય શકે. વાનગીઓ સાથે વિવિધ પ્રકારની ચટણીઓ અને સલાડ પણ બાળકોને આપવામાં આવે છે.

મધ્યાહન ભોજનમાં અને આંગણવાડીમાં પીરસાતી વાનગીઓમાં વીસ વર્ષ દરમિયાન શાળાની શાકવાડીમાં ઉગાડેલા વિવિધ પ્રકારના લગભગ ૧૧૦૦૦ કિલોગ્રામ શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શાળાની વાડીમાં ઉછેરીને બાળકોને અંદાજે રૂ.૩.૩૦ લાખથી વધુ કિંમતની શાકભાજી ખવડાવવામાં આવી છે. લગભગ ૧ હજાર કિલોગ્રામ શાકભાજી બાળકોના ઘેર અને દાતાઓ અને શુભેચ્છકોને સૌજન્યના રૂપમાં પહોંચાડી છે.તેમની આ વાડી રાજ્યસ્તરે ધ્યાન ખેંચનારી બની છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં શિક્ષણપ્રધાને કિશોરોમાં વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચોઃ વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર નાખવા માટે નવી નીતિ જાહેર, અસરગ્રસ્ત ખેડૂતોને નુકસાની પેટે વધુ વળતર અપાશે

 

Next Article