Tapi : તાપી જિલ્લામાં શાળા કક્ષાએ પણ હર ઘર તિરંગા માટે અનોખો ઉત્સાહ, વિવિધ રીતે થઇ રહી છે ઉજવણી

|

Aug 11, 2022 | 10:14 AM

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે https://har-ghar-tiranga-quiz.thehometown.in/લીંક વડે ભાગ લઇ શકાય છે. જેમાં અલગ અલગ 20 જેટલા સવાલો દેશની આઝાદીને અનુલક્ષીને આપવામાં આવ્યા હશે.

Tapi : તાપી જિલ્લામાં શાળા કક્ષાએ પણ હર ઘર તિરંગા માટે અનોખો ઉત્સાહ, વિવિધ રીતે થઇ રહી છે ઉજવણી
Celebration in Tapi district (File Image )

Follow us on

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તાપી (Tapi ) જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ બાબતે નોખી અને અનોખી(Unique ) ઉજવણી જિલ્લા પંચાયત અંતર્ગત તમામ શાળાઓમાં(School ) થઈ રહી છે. તારીખ 6 ઓગસ્ટ થી લઈને 15 ઓગસ્ટ સુધી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડિયા ના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યો છે. આ સંદર્ભે શાળાઓમાં પણ આનંદ ઉલ્લાસ ભર્યું વાતાવરણનું નિર્માણ થયું છે. રાષ્ટ્રભાવના ઉજાગર કરવા માટે ‘કેડીઓનું શિક્ષણ પેઢીઓનું શિક્ષણ’ બાળકોને મળે તે માટે અલગ રીતે કામગીરી તાપી જિલ્લામાં કરવામાં આવી રહી છે.

હર ઘર તિરંગા જ્ઞાન કવીઝ સ્પર્ધા યોજાશે : 

વહીવટીતંત્ર પણ આ માટે શાળા કક્ષાએ પ્રભાતફેરી થી ગામજનોને અવેરનેસ લાવવામાં સફળ રહ્યા છે. સાથે “હર ઘર તિરંગા”ની થીમ સોંગ થી તાપીની ઓળખ ઉભી થઇ છે. જે આખા રાજ્યમાં અલગતા દર્શાવી રહી છે. તે ઉપરાંત વિવિધ સ્પર્ધાઓનું આયોજન શિક્ષણ સમિતિ અધ્યક્ષ સરિતા વસાવા ની માર્ગદર્શન હેઠળ શાળા કક્ષાએ કરવામાં આવી રહ્યું છે. જેની સાથે સાથે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ગીત સ્પર્ધા, ભારતના રાષ્ટ્રધ્વજ ની વિકાસયાત્રા, પ્રદર્શન જેવી વિવિધ સ્પર્ધાઓની સાથે સાથે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા માટે ઓનલાઇન “હર ઘર તિરંગા-જ્ઞાન ક્વિઝ” સ્પર્ધા પણ લોન્ચ કરવામાં આવેલ છે.

આ લિંક પર જઈ લઈ શકાશે ભાગ :

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે https://har-ghar-tiranga-quiz.thehometown.in/લીંક વડે ભાગ લઇ શકાય છે. જેમાં અલગ અલગ 20 જેટલા સવાલો દેશની આઝાદીને અનુલક્ષીને આપવામાં આવ્યા હશે.આ તમામ સ્પર્ધાઓ માટે શાળા ક્લસ્ટર બીઆરસી કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ આયોજન કરવામાં આવી છે. જેમાં  તમામ ક્ષેત્રે અલગ અલગ નામાંકિત થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને જિલ્લા પંચાયત તાપીના સ્વભંડોળમાંથી પુરસ્કૃત કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Input Credit Nirav Kansara (Tapi )

Next Article