Tapi: ઉચ્છલ તાલુકાના માર્ગ મકાન વિભાગના ગોડાઉનમાં વગર વીજ ક્નેક્શને લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા

|

May 19, 2022 | 3:56 PM

આગ (Fire) એટલી ભયંકર હતી કે આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ગોડાઉનમાં મોટા ભાગે લાકડાનો જૂનો સામાન હતો. લાકડાના સામાનને કારણે આગની તીવ્રતા ખુબ વધારે હતી.

Tapi: ઉચ્છલ તાલુકાના માર્ગ મકાન વિભાગના ગોડાઉનમાં વગર વીજ ક્નેક્શને લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા
Fire in Tapi District (file Image )

Follow us on

તાપીના(Tapi ) ઉચ્છલ તાલુકામાં આવેલા માર્ગ અને મકાન વિભાગના ગોડાઉનમાં આગનો(Fire ) બનાવ સામે આવ્યો છે. આજે બનેલી આ ઘટનામાં માર્ગ મકાન ગોડાઉનમાં મુકેલા લાકડાનો સામાન તેમજ ગોડાઉનની છત બાળીને રાખ થઇ ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈપણ જાનહાનિનો બનાવ બન્યો નથી. જોકે આગ એટલી ભીષણ હતી કે દૂર થી જ આગની જ્વાળાઓ પણ નજરે જોઈ શકતી હતી.

તાપીના ઉચ્છલ તાલુકામાં આવેલા માર્ગ અને મકાન વિભાગના ગોડાઉનમાં આગ લાગી હોવાનો મેસેજ મળતા જ ફાયર વિભાગને તાત્કાલિક તેની જાણ કરવામાં આવી હતી. આગને કાબુમાં કરવા માટે નવાપુર અને સોનગઢ ફાયર સ્ટેશનની ત્રણ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અફરાતફરી મચી જતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લોકોને આગના સ્થળેથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો હતો.

ફાયર વિભાગે પહોંચીને આસપાસના વિસ્તારને ખાલી કરાવ્યો હતો અને ફાયર ફાઇટિંગની કામગીરી શરૂ કરી હતી. લાકડાના ગોડાઉનમાં આગ વધુ પ્રસરી હતી જેને કાબુમાં કરવા માટે ફાયરના જવાનો સતત પાણીનો મારો ચલાવવાની જરૂર ઉભી થઇ હતી.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

આગ એટલી ભયંકર હતી કે આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ગોડાઉનમાં મોટા ભાગે લાકડાનો જૂનો સામાન હતો. લાકડાના સામાનને કારણે આગની તીવ્રતા ખુબ વધારે હતી. જોકે ફાયર વિભાગ દ્વારા બે થી અઢી કલાકની જહેમત બાદ આગને કાબુમાં કરી લેવામાં આવી હતી. સદનસીબે આગ લાગી તે સમયે કોઈપણ વ્યક્તિ હાજર ન હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી.

જોકે એક મોટો પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે ગોડાઉનમાં કોઈપણ જાતનું વીજ કનેક્શન ન હતું. છતાં પણ આગ કેવી રીતે લાગી તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આગમાં નુકશાની કેટલી થઇ છે તે અંગે હજી કામગીરી કરવામાં આવી રહી છે. આમ, સરકારી વિભાગના ગોડાઉનમાં અચાનક લાગેલી આગે અનેક સવાલો પણ ઉભા કર્યા છે. આ અંગે હવે વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

જુઓ વિડીયો :

Next Article