Tapi : ટેટ પાસ બેરોજગાર યુવાનોની વિદ્યાસહાયકની નવી ભરતી બહાર પાડવા માંગ

|

Jul 29, 2022 | 10:46 AM

બેરોજગાર(Unemployed ) યુવાનોએ નવી ભરતીની માંગ કરી હતી. જો તાકીદે ભરતી બહાર પાડવામાં નહીં આવે તો તમામ જિલ્લાના ઉમેદવારોધીનગરમાં આંદોલન કરશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામા આવી છે

Tapi : ટેટ પાસ બેરોજગાર યુવાનોની વિદ્યાસહાયકની નવી ભરતી બહાર પાડવા માંગ
TET Pass Unemployed Youth Wanted to Release New Recruitment of Academic Assistant

Follow us on

તાપી (Tapi ) જિલ્લામાં TET પાસ બેરોજગાર યુવક-યુવતીઓ દ્વારા સત્વરે વિદ્યાસહાયકની નવી ભરતી બહાર પાડવા કલેકટર (Collector ) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીનગરમાં ફરીથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

તાપી જિલ્લામાં ટેટ પાસ બેરોજગાર યુવક-યુવતીઓએ તાપી કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, કે પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘટ વચ્ચે સરકાર વિદ્યાસહાયકોની નવી ભરતી સત્વરે બહાર પાડે. RTE નિયમ મુજબ 19 હજારથી વધુ શિક્ષકોની ખાલી બેઠકો પર 60 % મુજબ 12,500 ની ભરતી રાજ્યનાં TET પાસ ઉમેદવારોને ન્યાય આપવામાં આવે. કારણ કે ટેટ ની વેલિડિટી 2011 થી અત્યાર વધારી એટલે ફોર્મ ભરાયા તે પ્રમાણે માત્ર 3300 ની ભરતી ખુબ જ છે. એમાં 633 જેટલા સરકારી શિક્ષકો આ ભરતીમાં ભાગ લીધો તેમાંથી 200 જેટલા રીપીટ થયા છે તો એમાં પણ અમુક ગેરહાજર રહેતા સીટ ખાલી પડેલી છે.

આ 3300 ભરતી પૂર્વ શિક્ષણમંત્રી એ આપેલી છે. RTE ના નિયમ મુજબ દર વર્ષે 3300 ની ભરતી કરવાની હોય છે. પણ કોરોના કાળમાં ભરતી ન થતા 4 વર્ષની ભરતી ભેગી બહાર પાડવી જોઇએ. હાલ એવી પરિસ્થતિ ઊભી થઇ છે કે રિપિટ થવાના કારણે સારા માર્કસ અને મેરીટ ધરાવતા ઉમેદવારો પણ નોકરીથી વંચિત રહી ગયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આવા અનેક મુદ્દાઓને લઈને તાપી જીલ્લા ખાતે આવેદનપત્ર પાઠવીને બેરોજગાર યુવાનોએ નવી ભરતીની માંગ કરી હતી. જો તાકીદે ભરતી બહાર પાડવામાં નહીં આવે તો તમામ જિલ્લાના ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામા આવી છે. વિદ્યાર્થીઓએ એવી પણ રજુઆત કરી છે કે જો આ મામલે કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડશે.

Input Credit Nirav Kansara (Tapi )

Next Article