AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tapi : તાપી જિલ્લો પણ રેડ ઝોનમાં આવતા તંત્ર એલર્ટ, સલામતીના ભાગરૂપે 475 કરતા વધુ લોકોનું સ્થળાંતર

તાપી (Tapi ) જિલ્લામાં 89 જેટલા નાના મોટા રસ્તાઓ અને કોઝવે ઓવરફ્લો થવાથી રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

Tapi : તાપી જિલ્લો પણ રેડ ઝોનમાં આવતા તંત્ર એલર્ટ, સલામતીના ભાગરૂપે 475 કરતા વધુ લોકોનું સ્થળાંતર
Tapi district on Red Alert (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 1:04 PM
Share

તાપી (Tapi ) જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદના (Rain )પગલે તાપી જિલ્લામાં સોનગઢ (Songadh ) તાલુકામાં સ્થિત ડોસવાડા ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે. જિલ્લાના કાર્યપાલક ઇજનેર, વેર-2 યોજના વિભાગ, વ્યારા તરફથી મળેલ માહિતી અનુસાર તા.11-07-2022 ને 16.30 કલાકના અરસામાં ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો હતો. હાલ ડેમ ઉપરથી 0.75 ફિટ એટલે કે 9 ઇંચ પાણી ઓવર ફ્લો થયું છે અને 1380.74 ક્યુસેક પાણીની આવક સામે 1380.75 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પરિણામે ડેમના હેઠવાસમાં જરૂરી કાર્યવાહી કરવા તંત્ર એલર્ટ મોડમાં આવી કામગીરી કરી રહ્યું છે.

સોનગઢમાં કુમકુવા, ખાંજર, ડોસવાડા, ખરસી, કનાળા, ચોરવાડ, ખડકા ચીખલી, વાઘઝરી, ચીખલી, મુસા, કાનપુરા, પાનવાડી જેટલા ગામોમાં સતત ફોલો અપ લેવામાં આવી રહ્યા છે. અને જિલ્લા અને તાલુકાના કંટ્રોલ રૂમ તથા લાઇઝન અધિકારીઓને સતત સંપર્કમાં રહેવા જણાવાયું છે.

475 કરતા વધુ નાગરિકોનું સ્થળાંતર :

તાપી જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ આ અંગે જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. સલામતી માટે પુર્વ તૈયારીના ભાગરૂપે નિચાણવાળા વિસ્તારોમાં થી નાગરિકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. જેમાં ડોલવણ તાલુકાના અંતાપુર, બેસનીયા, પંચોલ, બોરકચ્છ, પીઠાદરા, ધોળકા, ઉમરવાવદુર, ચુનાવાડી, કરંજખેડ, અંધારવાડી દૂર, બેડારાયપુર, રાયગઢ, પદમ ડુંગરી, પીલમવાડા,પલાસીયા, વાંકલ મળી કુલ-16 ગામોના કુલ-476 લોકોને સ્થળાંતર કરાવવામા આવ્યા છે.

પોલીસ જવાનો પણ તૈનાત કરાયા :

તાપી જિલ્લામાં 89 જેટલા નાના મોટા રસ્તાઓ અને કોઝવે ઓવર ટોપ થવાથી રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તાઓ પરથી ગ્રામજનો પસાર ન થાય તે માટે જિલ્લા એસપીના સહયોગ થી 3 ડીવાયએસપી, 5 પીઆઇ, 11 પીએસઆઇ, 224 પોલીસ ગાર્ડ, 113 પોલીસ જવાનો અને 11 ફોર વ્હીલર, 26 ટુ વ્હીલર પોલીસના વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. અનેક ગામોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનું જણાવી પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે. તેઓની આ કામગીરી માં લોકો પણ સહકાર આપી રહ્યા છે.  આ ઉપરાંત જિલ્લામાં 24 કલાક હેલ્પલાઇન નંબર અને જિલ્લા તાલુકાએ કાર્યરત કંટ્રોલ રૂમ ખાતે પણ અંદાજે 600 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.

ઇનપુટ ક્રેડિટ નીરવ કંસારા(તાપી)

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">