Tapi: પ્રાકૃતિક ખેતી દ્વારા ભીંડાની સફળ ખેતી, ઓર્ગેનિક ભીંડાની ખેતીથી ખેડૂતો બન્યા આત્મનિર્ભર

|

Apr 12, 2023 | 7:30 PM

પહેલા રસાયણ યુક્ત ખેતીમાં એમને એક વીઘામાં 3-4 મણ ભીંડા નીકળતાં હતા, પરંતુ પ્રાકૃતિક પધ્ધતિથી ખેતી કરતા એમને એક એક વીંઘા માં દર એક દિવસના અંતે 7 થી 8 મણ ભીંડા ની ઉપજ થાય છે, અને બજારમાં પણ નફો સારો એવો મળી રહે છે.

Tapi: પ્રાકૃતિક ખેતી દ્વારા ભીંડાની સફળ ખેતી, ઓર્ગેનિક ભીંડાની ખેતીથી ખેડૂતો બન્યા આત્મનિર્ભર

Follow us on

તાપી જિલ્લાના ખેડૂતો હવે ઓર્ગેનિક રીતે ભીંડાની ખેતી કરી મહિને હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા છે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરમાં એક વીઘામાં આંતરે દિવસે 7થી 8 મણ ભીંડાની ઉપજ મેળવી રહ્યા છે અને ઓર્ગેનિક રીતે ખેતી કરતા ખેડૂતો પગભર થઈ રહ્યા છે.

ખેતીમાં વધારે ઉપજ મેળવવા પહેલા રસાયણયુક્ત ખાતરનો ભરપૂર ઉપયોગ થતો હતો, પરંતુ તેના લીધે જમીન તેમજ ઉપજ ઉપર ઉપર નકારાત્મક અસર પડતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા થાય છે. જોકે આ અંગે મોડે મોડે પણ સભાનતા આવતા હવે ખેડૂતો જૈવિક ખેતી તરફ વળ્યા છે તાપી જિલ્લાના ખેડૂતો હાલમાં જૈવિક ખેતી દ્વારા ભીંડાની મબલખ કમાણી કરી રહ્યા છે. સોનગઢ તાલુકાના ઉખલદા ગામના ખેડૂત મહેસ ચૌધરીએ ભીંડાની સફલ ખેતી કરી છે અને હવે તેમની પહેલને અનુસરીને અન્ય ખેડૂતો પણ ભીંડાની ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે.

આ પણ વાંચો: Dahod: સ્માર્ટ સિટી પ્રોજેક્ટની થઈ સમીક્ષા, રૂપિયા 459. 49 કરોડના 12 પ્રોજેક્ટ પૂર્ણ

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

તાપી જિલ્લામાં ખેડૂતો ઓર્ગેનિક ભીંડાની ખેતીથી કરે છે મબલખ કમાણી

તાપી જિલ્લામાં પણ હવે ખેડૂતો ધીમે ધીમે સંબંધિત વિભાગના માર્ગદર્શન હેઠળ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે, ભીંડાનો હબ ગણાતા વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢના ખેડૂતો હવે ભીંડાની ખેતી ઓર્ગેનિક રીતે કરીને જબરદસ્ત નફો મેળવી રહયા છે. ભીંડા જેવા શાકભાજી પકવતા ખેડૂતો હવે રાસાયણિક ખાતરોની પદ્ધતિઓ છોડીને પરંપરાગ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી સારોએવો નફો કમાઈ રહ્યા છે. ઓર્ગેનિક રીતે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખેતી કરતા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં ઉખલદા ગામના ખેડૂત મહેશભાઈ ચૌધરીનો સંપર્ક કરી તેમના ખેતરે ઉભેલ ભીંડાની ખેતી જોઈ નિહાળી તેમના અનુભવો જાણી રહ્યા છે.

ખેતી ઉપર જ સંપૂર્ણપણે નિર્ભર એવા તાપી જિલ્લાના ખેડૂતો ખેતીક્ષેત્રે અવનવી ટેકનોલોજી અને પદ્ધતિઓનો ઉપયોગ કરતા આવ્યા છે, અને તે માટે ખેતીવાડી, આત્મા , બાગાયત વિભાગ સહિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તેમને તાલીમ સહિત ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે, ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે તે અંગે પણ સરકારની સૂચનાથી સંબંધિત વિભાગે કમર કસી કામગીરી કરી રહ્યું છે.

ઓર્ગેનિક ભીંડાની ખેતીથી ખેડૂતો બન્યા આત્મનિર્ભર

તાપી જિલ્લાના ઉખલદા ગામમાં રહેતા ખેડૂત મહેશભાઈએ ભીંડાની ખેતીમાં ઓર્ગેનિક રીત અપનાવીને ભીંડા માંથી સારી એવી ઉપજ મેળવી છે. તેજ રીતે નીતાબેન પણ ભીંડા પકવીને પરિવારજનોને મદદરૂપ થવાનો ગર્વ અનુભવી રહ્યા છે, પહેલા આ વિસ્તારમાં ઘઉં અને ડાંગરની પુષ્કળ ખેતી થતી હતી, રસાયણ યુક્ત આ ખેતીમાં જમીનની ગુણવત્તા પર વિપરીત અસર થવાને લઈને પાકોનો ઉતાર પણ ઓછો મળતા ખેડૂતોની આવક પર પણ તેની સીધી અસર જોવા મળતી હતી, પરંતુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન અને તાલીમ બાદ ખેડૂતો હવે શાકભાજીના પાક તરફ વળી તેમાંથી ઓછા સમયમાં સારી ઉપજ લઈને વધુ પૈસા કમાઇ રહ્યા છે.

આ અંગે ખેડૂતે વધુમાં જણાવ્યું કે, તેમણે સૌપ્રથમ એક વિધા જમીનમાં ઓર્ગેનિક ભીંડાની ખેતી કરવાનું શરૂ કર્યું, જેમાં તેમને બિયારણ ખેતરમાં નાખ્યાં નાં 40 થી 45 દિવસમાં ભીંડાના છોડમાં ફળ આવવાનાં શરૂ થઈ ગયા , પહેલા રસાયણ યુક્ત ખેતીમાં એમને એક વીઘામાં 3-4 મણ ભીંડા નીકળતાં હતા, પરંતુ પ્રાકૃતિક પધ્ધતિથી ખેતી કરતા એમને એક એક વીંઘા માં દર એક દિવસના અંતે 7 થી 8 મણ ભીંડા ની ઉપજ થાય છે, અને બજારમાં પણ નફો સારો એવો મળી રહે છે.

હાલ એક મણ ભીંડાનો ભાવ રૂપિયા 800 થી 1100 સુધીનો

તાપી જિલ્લામાં હાલ તેમને 800 થી 1100 સુધીનો એક મણનો ભાવ મળી રહે છે. જેથી ખેડૂતોના ઘરની આર્થિક પરિસ્થતિ સુધરી રહી છે. અને ધીમે ધીમે તાપી જિલ્લાના ખેડૂતો રસાયણ યુક્ત ખેતી થી મુક્ત થઈ ઓર્ગેનિક પદ્ધતિની ખેતી તરફ વળી લોકસ્વાસ્થયની જાળવણી ની સાથે સારી આવક મેળવી પગભર થઈ રહ્યા છે.

 વિથ ઇનપુટ, નિરવ કંસારા, ટીવી9 તાપી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article