Tapi: જિલ્લામાં આધુનિક ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગથી મિલકત સર્વે કરવા સ્વામિત્વ યોજનાનો પ્રારંભ

|

May 27, 2022 | 2:40 PM

ભારત સરકારના પંચાયતી રાજ વિભાગના ગ્રામ્ય વિસ્તારમાં મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના હેતુથી ડ્રોન ટેકનોલોજી (Drone technology) દ્વારા મિલકતનો સર્વે કરવા 'સ્વામિત્વ યોજના'ની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં કરવામાં આવી છે.

Tapi: જિલ્લામાં આધુનિક ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગથી મિલકત સર્વે કરવા સ્વામિત્વ યોજનાનો પ્રારંભ
modern drone technology

Follow us on

Tapi: ભારત સરકારના પંચાયતી રાજ વિભાગના ગ્રામ્ય વિસ્તારમાં મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના હેતુથી ડ્રોન ટેકનોલોજી (Drone technology) દ્વારા મિલકતનો સર્વે કરવા ‘સ્વામિત્વ યોજના’ની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં કરવામાં આવી છે. આધુનિક ડ્રોન ટેકનોલોજી કેવી રીતે એક મોટી ક્રાંતિનો આધાર બની રહી છે, તેનું ઉદાહરણ પીએમ સ્વામિત્વ યોજના પણ છે. આ યોજના હેઠળ સૌ પ્રથમ વખત દેશના ગામની દરેક પ્રોપર્ટીનું ડિજીટલ મેપિંગ કરવાની સાથે સાથે ગામના લોકોને ડિજીટલ પ્રોપર્ટી કાર્ડ લોકોને આપવામાં આવી રહ્યા છે.

પહેલાના સમયમાં ટેકનોલોજી અને તેનાથી થયેલી શોધ અને અમુક ચોક્કસ વર્ગ માટે માનવામાં આવતો હતો. પણ આજે આ ટેકનોલોજીનો લાભ ગામડાના લોકો સુધી પણ પહોંચી રહ્યો છે. ત્યારે ગુજરાત રાજયમાં સ્વામિત્વ યોજનાની શરૂઆત થતાં તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના કણજા ગામમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડીયાના અધ્યક્ષ સ્થાને અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડીયા, જિલ્લા પંચાયત ઉપ-પ્રમુખ અર્જુનભાઇ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન ગામીત તથા સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડ કમ એકત્રીકરણ અધિકારી અનંત પટેલ અને ડી.આઇ.એલ. આર.આર.જી.ગોસાઇ ઉપસ્થિતીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ સાથે જ કણજા ગામે ગ્રામસભાના આયોજન કરવામાં આવ્યું હતું જેના દ્વારા તમામ ગ્રામજનોને “સ્વામિત્વ” યોજના હેઠળ મિલકતધારકોને મિલકત અંગેના આધારો બાબતે તેમજ આ યોજના હેઠળ અને વહીવટી તેમજ યોજનાની બાબત વિશે સંપૂર્ણ માહિતી ડી.ડી.ઓ દ્વારા આપવામાં આવી હતી. તાપી જિલ્લામાં “સ્વામિત્વ” યોજના હેઠળ કુલ 70 ગામોને આવરી પ્રથમ તબક્કામાં 35 આવશે. ગામોમાં તા.26 મે-થી 4 જૂન 2022 સુધી ડ્રોન સર્વે કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ ડ્રોન વિકસાવી જિલ્લાઓમાં મિલકતની માપણી કરવામાં આવશે. જેમાં ડ્રોન દ્વારા 120 મીટરની ઉંચાઇથી ફોટો ક્લીક કરી તેની ઇમેજને લેન્ડ સર્વે ઓફ ઇન્ડિયાને સેટેલાઇટના માધ્યમથી મોકલી ડીજીટલ ડેટા પ્રોસેસ અને ડિજીટલ નકશા તૈયાર કરવામાં આવશે.

Published On - 2:36 pm, Fri, 27 May 22

Next Article