Tapi : જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવ, 24 જૂને સીએમ વ્યારા અને નિઝરની મુલાકાતે આવશે

|

Jun 23, 2022 | 9:16 AM

દરેક શાળામાં(School ) પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તે જ શાળામાં SMC( સ્કુલ મોનિટરીંગ કમિટી)ના સભ્યોની હાજરીમાં જે-તે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા શાળાનો અહેવાલ રજુકરવામાં આવશે.

Tapi : જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવ, 24 જૂને સીએમ વ્યારા અને નિઝરની મુલાકાતે આવશે
CM to visit Vyara and Nizar on June 24(File Image )

Follow us on

રાજ્યની(State ) તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં(Schools ) આગામી તા.23,24,25 જુન દરમિયાન “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2022” કાર્યક્રમનું(Program ) કરવામાં આવ્યું છે. જે અન્વયે આગામી તારીખ 24 જૂનના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તાપી જિલ્લાના નિઝર તાલુકાના રૂમકીતલાવ ખાતે ‘શાળા પ્રવેશોત્સવ” કાર્યક્રમમાં તથા વ્યારા સ્થિત કાનપુરા ખાતે રમતગમત સંકુલના નિરીક્ષણ કાર્યક્રમમાં હાજરી આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન રાજ્યની પ્રાથમિક શિક્ષણની સ્થિતી, ગુણવત્તા અને શિક્ષણનો રેશિયો સુધારવા તથા દિકરીઓના શિક્ષણને વેગ આપવા 2003થી શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી રથયાત્રાનો ઉપક્રમ શરૂ કરાવ્યો છે. જેના પરિણામે રાજ્યમાં 1990-91માં જે ડ્રોપ આઉટ રેશિયો 64.48 ટકા જેટલો ઊંચો હતો તે ઘટીને 2020-21 માં 3.7 ટકા જેટલો નીચો આવી ગયો છે. એટલું જ નહિ, 2004-05માં ગ્રોસ એનરોલમેન્ટ રેટ  95.65 ટકા હતો તે વધીને 2020-21 માં 99.02 ટકા જેટલો ઊંચો ગયો છે.

પીએમ નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ-2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું શક્ષણ નામાંકન વધારવા માટે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની 17મી શ્રેણી તા. 23 થી 25 જૂન દરમ્યાન યોજવામાં આવશે. આ શાળા પ્રવેશોત્સવમાં રાજય કક્ષાથી પદાધિકારીઓ અને અધિકારીને સ્થળોની મુલાકાત લેવા અલગ અલગ તાલુકાની ફાળવણી કરવામાં આવી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ માટે કલસ્ટર રિવ્યુ અને તાલુકા રિવ્યુ કરાશે

શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા નવા પ્રકલ્પો જેવા કે, લર્નીંગ લોસ માટે શિક્ષકોએ આપેલ સમય દાન, વિધાર્થીઓ અને શિક્ષકોની 100 ટકા નિયમિત હાજરી, શાળાઓની માળખાકીય સુવિધા, જી.શાળા એપનો વિધાર્થી દ્વારા ઉપયોગ, એકમ કસોટી અને સત્રાંત કસોટીના પરિણામો, કોરોના કાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન અને ઓફ્લાઇન કામગીરી જેવી બાબતો દ્વારા દરેક ક્લસ્ટર અને તાલુકાની સમીક્ષા કરવામાં આવશે.

દરેક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તે જ શાળામાં SMC( સ્કુલ મોનિટરીંગ કમિટી)ના સભ્યોની હાજરીમાં જે-તે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા શાળાનો અહેવાલ રજુકરવામાં આવશે. તે ઉપરાંત અધિકારી અને પદાધિકારી દ્વારા શાળાના SMC સભ્યો સાથે વાર્તાલાપ કરવામાં આવશે.શાળાપ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિવિધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોને પણ જોડવામાં આવશે. નિઝરના રૂમકી તલાવ ખાતે ‘શાળાપ્રવેશોત્સવ’કાર્યક્રમમાં બાળકોના નામાંકનના મુખ્ય કાર્યક્રમ બાદ વ્યારાના કાનપુરા ખાતે રમતગમત સંકુલનું મુખ્યમંત્રી નિરીક્ષણ કરશે

Next Article