
કોરોના મહામારીમાંથી વિશ્વ હજુ સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી. ત્યાં વૈજ્ઞાનિકોએ વધુ એક મહામારીની ચેતવણી આપી છે. બર્ડ ફ્લૂ મહામારીની શક્યતાને લઈને નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ મહામારી કોવિડ-19 મહામારી કરતાં વધુ વિનાશક હોઈ શકે છે. બર્ડ ફ્લૂનો H5N1 વાયરસ સૌથી ગંભીર ખતરો બની શકે છે. ત્યારે જાણી લઈએ કે H5N1 વાયરસ કેટલો ખતરનાક છે અને ગુજરાતમાં આ વાયરસનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો હતો. ગુજરાતમાં બર્ડ ફ્લૂ ગુજરાતમાં બર્ડ ફ્લૂની વાત કરીએ તો, ફેબ્રુઆરી 2006માં તાપી જિલ્લાના ઉચ્છલમાં H5N1 વાયરસે સૌપ્રથમ દેખા દીધી હતી. જે બાદ સરકાર સફાળી જાગી હતી અને ઉચ્છલ તાલુકામાં સંક્રમણ ન ફેલાય તે માટે આશરે 70 હજારથી વધુ મરઘાંને મારી નાંખવામાં આવ્યા હતા અને હજારોની સંખ્યામાં ઈંડાં નષ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ H5N1 વાઇરસ ફેલાવા લાગતાં ગુજરાતમાં મરઘાંના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2021માં પણ આ વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો હતો. એ વખતે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં બર્ડ ફ્લૂના...
Published On - 7:06 pm, Tue, 9 April 24